બોલો, રેસ્ટોરાંએ નેપોલિયન પીત્ઝાનો માત્ર ક્રસ્ટ વેચવાનું શરૂ કર્યું

22 July, 2019 08:58 AM IST  |  અમેરિકા

બોલો, રેસ્ટોરાંએ નેપોલિયન પીત્ઝાનો માત્ર ક્રસ્ટ વેચવાનું શરૂ કર્યું

મોટા ભાગે તમે કોઈ પણ કંપનીના અને ગમે એ ફ્લેવરના પીત્ઝા મગાવ્યા હોય, પણ એનો વચ્ચેનો ભાગ ખાઈને કિનારીનો કડક બ્રેડનો ક્રસ્ટ તો બાજુમાં જ કાઢી જ નાખતા હો. આપણે પાછા એવું પણ માનીએ કે એ તો નકરો મેંદો છે એટલે કોણ ખાય? જોકે અમેરિકન ફૂડ ચેઇન રેસ્ટોરાં વિલા ઇટાલિયન કિચને તેમના મેનુમાં માત્ર ક્રસ્ટ વેચવાનું પણ શરૂ કર્યું છે. એ પણ ખાસ કરીને નેપોલિયન પીત્ઝાનો ક્રસ્ટ. માલિકોનું કહેવું છે કે તેમને ત્યાં આવતા કસ્ટમર્સને પીત્ઝાનો ક્રસ્ટ બહુ જ ભાવે છે એટલે અમે પીત્ઝાને બદલે માત્ર એકલો ક્રસ્ટ ખાવો હોય તો એ પણ વેચવાનું શરૂ કર્યું છે. ૨.૪૫ ડૉલર એટલે કે ૧૯૦ રૂપિયામાં તમને એક મોટી સ્લાઇસ પીત્ઝા જેટલી સાઇઝના ક્રસ્ટની કિનારીઓ મળશે. વિલા ઇટાલિયન કિચનના દરેક આઉટલેટ પરથી માત્ર ક્રસ્ટ વેચાય છે.

આ પણ વાંચોઃ પરિણીતી ચોપરાએ કર્યો ગુજરાતી સ્ટાર મલ્હાર ઠાકરને કિડનેપ !

જોકે આ સમાચાર વાંચીને સોશ્યલ મીડિયા પર કેટલાક લોકોને એ સવાલ થયો છે કે શું રેસ્ટોરાં આખો પીત્ઝા બનાવ્યા પછી એની કિનારીઓનો ક્રસ્ટ કાપીને અલગ કરે છે કે પછી માત્ર એકલો ક્રસ્ટ જ બેક કરે છે? જેમને ક્રસ્ટ નથી ભાવતો એવા લોકોએ તો ક્રસ્ટલેસ પીત્ઝાની પણ માગણી મૂકી દીધી છે.

offbeat news hatke news