GPSથી ચાલતા લૉન મોવરથી બાસ્કેટબૉલ પ્લેયરનું ગ્રાસ મ્યુરલ રચ્યું

03 February, 2020 07:46 AM IST  |  America

GPSથી ચાલતા લૉન મોવરથી બાસ્કેટબૉલ પ્લેયરનું ગ્રાસ મ્યુરલ રચ્યું

કોબે બ્રાયન્ટનું 115 ફુટ ઊંચું ગ્રાસ મ્યુરલ

અમેરિકાનો ૪૦ વર્ષનો બાસ્કેટબૉલ ખેલાડી કોબે બ્રાયન્ટ ગયા રવિવારે હેલિકૉપ્ટર ઍક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા પછી તેને વિશ્વભરમાંથી શ્રદ્ધાંજલિનો પ્રવાહ વહી રહ્યો છે. ઘાસનાં હરિત શિલ્પો તૈયાર કરતી ગ્રાઉન્ડ ટેક્નૉલૉજી કંપનીના માલિકો કેલી પિયરસન અને પૅટ ડેવિસે ટર્ફ પ્રિન્ટર વડે કોબે બ્રાયન્ટનું ૧૧૫ ફુટ ઊંચું અને ૯૨ ફુટ પહોળું વિમાનમાંથી પણ ધ્યાન દોરાય એવું મ્યુરલ બનાવ્યું છે.

આ પણ વાંચો : ડૉગીની સારવાર કરનાર ડૉક્ટરનો આભાર માનવા આ ભાઈએ 42 કરોડની જાહેરખબર બનાવી

જીપીએસ ગાઇડેડ લૉન મોવર વડે કૅલિફૉર્નિયાના કપલે રચેલા મ્યુરલમાં બે જુદી-જુદી તસવીરોમાંથી ચહેરો અને એક અલગ તસવીરમાંથી ગળું બનાવ્યું છે. વળી તેના ચહેરા પર ખેલદિલ ઍથ્લીટનું સ્મિત પણ છે.’

united states of america offbeat news hatke news international news