ડૉગીની સારવાર કરનાર ડૉક્ટરનો આભાર માનવા આ ભાઈએ 42 કરોડની જાહેરખબર બનાવી

Published: Feb 03, 2020, 07:46 IST | America

ડૉક્ટરને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે. ઈશ્વર અને માતા પછીના વંદનીય વ્યક્તિ ડૉક્ટર ગણાય છે. અમેરિકાના એક સીઈઓએ તેના ડૉગીનો જીવ બચાવનાર ડૉક્ટરનો આભાર માનવા એક જાહેરખબર પાછળ લગભગ ૪૨.૮૩ કરોડ રૂપિયા ખર્ચ કરી દીધા હતા.

ડૉક્ટરને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે. ઈશ્વર અને માતા પછીના વંદનીય વ્યક્તિ ડૉક્ટર ગણાય છે. અમેરિકાના એક સીઈઓએ તેના ડૉગીનો જીવ બચાવનાર ડૉક્ટરનો આભાર માનવા એક જાહેરખબર પાછળ લગભગ ૪૨.૮૩ કરોડ રૂપિયા ખર્ચ કરી દીધા હતા. આ જાહેરખબરનું પ્રસારણ સુપર બોલ ટુર્નામેન્ટમાં કરવામાં આવશે. સુપર બોલ નૅશનલ ફુટબૉલ લીગની વાર્ષિક ચૅમ્પિયનશિપ છે, જે અમેરિકામાં ખૂબ લોકપ્રિય છે.

કાર ઍક્સેસરીઝની ઉત્પાદક કંપની વેદરટેકના સીઈઓના ડૉગી સ્કાઉટને લગભગ એક વર્ષ પહેલાં ટ્યુમર હોવાની જાણ થઈ હતી. જોકે સારવાર પછી હવે ડૉગી એકદમ સ્વસ્થ છે. સ્કાઉટને બ્લડ વેસલ વૉલ્સમાં કૅન્સર હતું. એની જાણ થયા પછી યુનિવર્સિટી ઑફ વિસ્કૉન્સિન સ્કૂલ ઑફ મેડિસિનમાં એની સારવાર કરાવી. અહીં સ્કાઉટને કીમોથેરપી, રેડિયેશન થેરપી અને ઇમ્યુનોથેરપી આપવામાં આવી હતી. હવે એનું ટ્યુમર સારું થઈ ગયું છે.

સ્કાઉટની બીમારી સારી થઈ જતાં ડૉક્ટરની પ્રશંસા કરવા તેમ જ જનાવરોમાં કૅન્સર જેવી બીમારી પ્રત્યે જાગરૂકતા લાવવા એક જાહેરખબર બનાવી છે, જેનું સુપર બોલ ટુર્નામેન્ટમાં પ્રસારણ કરીને લોકોને જનાવરો સાથે જોડાયેલી બીમારી સાથે જોડાયેલા રિસર્ચ માટે દાન કરવાની અપીલ કરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK