વૅક્સિન લીધા પછી આ ભાઈના શરીર પર સ્ટીલના વાસણો ચોંટે છે!

12 June, 2021 09:27 AM IST  |  Nashik | Gujarati Mid-day Correspondent

પહેલી વખત તેમણે સ્ટીલની વસ્તુઓ ચોંટાડી ત્યારે તેમના કુટુંબીજનોને એવું લાગ્યું હતું કે પરસેવાને કારણે વાસણો શરીરને ચોંટતા હશે

અરવિંદ સોનાર

નાશિકના શિવાજી ચોક વિસ્તારમાં રહેતા અરવિંદ સોનાર નામના સીનિયર સિટિઝન એન્ટી કોવિડ વેક્સિનનો બીજો ડોઝ લીધા પછી લોહચુંબક જેવી ક્ષમતા પ્રાપ્ત કરી હોવાનો દાવો કરે છે. તેઓ ઘરના સ્ટેઇનલેસ સ્ટીલના વાસણો અને ચલણી સિક્કા જેવી વસ્તુઓ શરીર પર ચોંટાડીને બતાવે છે. તેમણે થાળી, વાડકા, ચમચા એક-બે રૂપિયાના સિક્કા વગેરે વસ્તુઓ છાતી, ખભા અને પીઠ પર ચોંટાડી હોય એવો વિડિયો યુ ટ્યુબ પર અપલોડ કર્યો છે.

પહેલી વખત તેમણે સ્ટીલની વસ્તુઓ ચોંટાડી ત્યારે તેમના કુટુંબીજનોને એવું લાગ્યું હતું કે પરસેવાને કારણે વાસણો શરીરને ચોંટતા હશે. તેથી તેમણે સ્નાન કર્યા પછી ફરી એ બધી સ્ટીલની વસ્તુઓ છાતી અને પીઠ પર ચોંટાડતાં ચોંટી ગઈ હતી. યુટ્યુબનો વિડિયો જોયા પછી નાશિક મહાનગર પાલિકાના ડૉક્ટરો અરવિંદ સોનારના ઘરે ગયા હતા. તેમાંથી એક ડૉક્ટર અશોક થોરાતે જણાવ્યું હતું કે ‘‘મેં એ વિડિયો જોયો છે. વેક્સિનેશનને કારણે એવું બનતું હશે કે નહીં, એ હજી નક્કી કરી શકતા નથી. તપાસ કર્યા પછી હકીકત સ્પષ્ટ થઈ શકે. હાલમાં અમે સરકારને રિપોર્ટ મોકલીએ છીએ. ત્યારપછી તેમાં વધારે ઊંડી તપાસ કરવી કે નહીં, એ વિચારણા બાદ નક્કી કરીશું.’’

offbeat news national news maharashtra nashik