સતત ૩૫ વર્ષના પ્રયાસ પછી પાંચ કરોડ રૂપિયાની લૉટરી લાગી

21 January, 2023 11:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહંત દ્વારકાદાસના પુત્ર નરેન્દ્રએ જણાવ્યા અનુસાર તેમણે પોતાના પૌત્રને લૉટરી ખરીદવા મોકલ્યો હતો

સતત ૩૫ વર્ષના પ્રયાસ પછી પાંચ કરોડ રૂપિયાની લૉટરી લાગી

પંજાબમાં ૮૮ વર્ષના ડેરા બસ્સીના રહેવાસી મહંત દ્વારકાદાસને સતત ૩૫થી ૪૦ વર્ષના પ્રયાસ પછી પાંચ કરોડ રૂપિયાની પંજાબ રાજ્યની લોહણી મકરસંક્રાંતિ બમ્પર લૉટરી, ૨૦૨૩નો જૅકપૉટ લાગ્યો હતો. લૉટરી મળ્યાની ખુશી વ્યક્ત કરતાં મહંત દ્વારકાદાસે જણાવ્યું હતું કે લૉટરીની રકમ તેઓ તેમના બંને પુત્રો તથા તેમના ડેરા વચ્ચે વહેંચી દેશે.

મહંત દ્વારકાદાસના પુત્ર નરેન્દ્રએ જણાવ્યા અનુસાર તેમણે પોતાના પૌત્રને લૉટરી ખરીદવા મોકલ્યો હતો. જોકે અસિસ્ટન્ટ લૉટરી ડિરેક્ટર કરમ સિંહે કહ્યું હતું કે લૉટરીની રકમ ૧૦,૦૦૦ રૂપિયા કરતાં વધુ હોવાથી તેમની જીતની રકમમાંથી ૩૦ ટકા ટીડીએસ કપાઈને તેમને અંદાજે ૩.૫ કરોડ રૂપિયા મળશે.

offbeat news punjab