ઘાસની સાથે માટી ખાવાથી હાથીઓમાં ફેલાઇ આ બીમારી

25 October, 2019 06:57 PM IST  |  મુંબઈ ડેસ્ક

ઘાસની સાથે માટી ખાવાથી હાથીઓમાં ફેલાઇ આ બીમારી

વિશ્વમાં સૌથી વધારે 1,30,000 હાથીઓવાળા આફ્રિકન દેશ બોત્સવાનામાં આજકાલ એક ગંભીક સંક્રમક બીમારી ફેલાયેલી છે, જેને કારણે અહીં ફક્ત બે મહિનામાં 100 હાથીની મૃત્યુ થઈ ચૂકી છે આ માહિતી મંગળવારે બોત્સવાનાની સરકારે આપી છે.

વન્યજીવ અને રાષ્ટ્રીય ઉદ્યાન વિભાગે પોતાના એક નિવેદનમાં જણાવ્યું તે પ્રારંભિક તપાસ પરથી ખબર પડે છે કે હાથી એન્થ્રેક્સને કારણે મૃત્યુ પામી રહ્યા છે જ્યારે કેટલાક દુકાળના પ્રભાવને કારણે મરી ગયા છે. હકીકતે, એન્થ્રેક્સ એક ગંભીર અને સંક્રામક રોગ છે જે બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. જોકે, આ એક દુર્લભ બીમારી છે, પણ સંક્રમિત જાનવરોના સંપર્કમાં આવવાથી મનુષ્યોમાં પણ ફેલાઇ શકે છે.

વન્યજીવ અને રાષ્ટ્રીય ઉદ્યાન વિભાગ પ્રમાણે, અહીં ભયંકર દુકાણને કારણે હાથી ચરતી વખતે ઘાસની સાથે માટી પણ ખાઇ લે છે, જેને કારણે તે એન્થ્રેક્સના બેક્ટેરિયાના સંપર્કમાં આવી જાય છે અને તેમને ગંભીર બીમારી થઈ જાય છે.

આ પણ વાંચો : જુઓ અંબાણી પરિવારની ભવ્ય દિવાળીની ઊજવણીની શરૂઆત

એક સર્વે પ્રમાણે, બોત્સવાનામાં 2014થી 2018 વચ્ચે હાથઈઓની મૃત્યુમાં 593 ટકાનો વધારો થયો છે. તેનું મુખ્ય કારણ દુકાળ તો છે જ, પણ સૌથી મોટું કારણે છે અહીં હાથીઓનું ગેરકાયદે શિકાર થવું. જણાવીએ કે 2014માં બોત્સવાનામાં હાથીઓના ગેરકાયદેસર શિકાર પર અંકુશ મૂકવામાં આવ્યો હતો, પણ લોકોના મોટી સંખ્યામાં થયેલા વિરોધને કારણે તેના પરથી અંકુશ હટાવી લેવામાં આવ્યો હતો.

national news offbeat news