હેં! આ ભાઇનું નામ કોવિડ છે!? મળો કોવિદ કપૂરને જેના નામે જગાવી છે ચકચાર...

10 January, 2022 04:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હોલિડિફાઈના સહ-સ્થાપકનું નામ છે કોવિદ કપૂર (Kovid Kapoor). છેલ્લા ત્રણ ચાર દિવસથી આ ભાઇ સખત વાઇરલ છે અને એમને આ જે રીતે આ લાઇમલાઇટ મળી રહી છે તે બહુ જ એક્સાઇટેડ છે.

કોવિડ (દ) કપૂર માણી રહ્યા છે કોરોના બિયરની મજા - તસવીરી કોવિદ કપૂર ટ્વિટર

લ્યો ત્યારે આ ભાઇનું તો નામ જ કોવિડ (Covid) છે, પણ સદનસીબે તેનો સ્પેલિંગ C થી નહીં પણ Kથી ચાલુ થાય છે. જી હા  હોલિડિફાઈના સહ-સ્થાપકનું નામ છે કોવિદ કપૂર (Kovid Kapoor). છેલ્લા ત્રણ ચાર દિવસથી આ ભાઇ સખત વાઇરલ છે અને એમને આ જે રીતે આ લાઇમલાઇટ મળી રહી છે તે બહુ જ એક્સાઇટેડ છે. એમણે લોકોને અનેકવાર સમજાવ્યું છે કે તેમના નામનો ઉચ્ચાર કોવિદ છે, કોવિડ નહીં પણ હવે મજાકિયાઓને કોણ રોકવાનું છે વળી.  

તેમણે ટ્વિટર પર સમજાવ્યું કે લોકો તેમના નામથી કેવી રીતે "ખુશ" છે, કોરોનાવાયરસ રોગચાળાને કારણે આભાર. કોવિદે ટ્વિટર પર લખ્યું, "કોવિડ વાઇરસ પછી પહેલીવાર ભારતની બહાર ગયો અને લોકોને મારા નામથી બહુ મનોરંજન પુરું પાડ્યું." તેણે ઉમેર્યું, " ભવિષ્યની વિદેશ યાત્રાઓ મનોરંજક રહેશે!"

તેમણે સમજાવ્યું કે તેમના નામનો વાસ્તવમાં અર્થ "વિદ્વાન" થાય અને તે શબ્દ હનુમાન ચાલીસામાંથી લેવામાં આવ્યો છે. કોવિદના બાયોમાં લખવામાં આવ્યું હતું કે, `મારું નામ કોવિડ છે અને હું વાયરસ નથી,` શાહરૂખ ખાનના ડાયલોગ `માય નેમ ઈઝ ખાન એન્ડ આઇ એમ નોટ અ ટેરરિસ્ટ`ની યાદ અપાવે છે.

Holidify ના સ્થાપકે તેમના નામનો ઉચ્ચાર પણ જાહેર કર્યો. કોવિડ વાસ્તવમાં સોફ્ટ "ડી" સાથે ઉચ્ચારવામાં આવે છે. "તેમજ, તેનો ઉચ્ચાર કોવિદ તરીકે થાય છે કોવિડ નહીં," તેમણે કહ્યું.

કોવિડે કોરોના બીયરનો પીતા હોય તેવી પોતાની એક તસવીર પણ શેર કરીને લખ્યું હતું કે કોવિદ હેવિંગ કોરોના.

આંત્રપ્રિન્યોરે કહ્યું કે  એ પણ ખુલાસો કર્યો કે તેના મિત્રોએ તેના 30મા જન્મદિવસ માટે કેક મંગાવી ત્યારે બેકિંગ કરનારે પણ કોવિદને બદલે કોવિડ લખીને જોડણી ‘સુધારી’ હતી

તેમના મિત્રએ તેમના નામના મીમ્સ બનાવ્યા, જુઓ નમુનો...

ગૂગલ કરે ત્યારે આ મહાન સર્ચ એન્જિન પણ કન્ફ્યુઝ થઇને પૂછ છે કે  , "ડુ યુ મિન કોવિડ?" 

covid19 coronavirus offbeat news