✕

પોણાત્રણ વર્ષની છોકરીએ તબલાં પર ૧૨ તાલ વગાડીને બનાવ્યો રેકૉર્ડ

27 October, 2026 06:31 PM IST  |  Karnataka | Gujarati Mid-day Correspondent

કુદરતી પ્રતિભા કોઈ ઉંમરની મોહતાજ નથી હોતી. કર્ણાટકની માત્ર બે વર્ષ ૧૦ મહિનાની છોકરીએ પણ એનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેના શરીરના કદ કરતાં વધુ મોટાં તલબાં પર આ ટબુકડીએ એવા તાલ વગાડ્યા કે તેનું નામ ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્‍સમાં નોંધાઈ ગયું છે.

પોણાત્રણ વર્ષની છોકરી તબલાંવાદક

કહેવાય છે કે કુદરતી પ્રતિભા કોઈ ઉંમરની મોહતાજ નથી હોતી. કર્ણાટકની માત્ર બે વર્ષ ૧૦ મહિનાની છોકરીએ પણ એનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેના શરીરના કદ કરતાં વધુ મોટાં તલબાં પર આ ટબુકડીએ એવા તાલ વગાડ્યા કે તેનું નામ ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્‍સ માં નોંધાઈ ગયું છે. આ ઉંમરે બાળકોને હજી પૂરું બોલતાં પણ ન આવડ્યું હોય, પણ સ્વર્ષિ હેગડે નામની આ છોકરીને તબલાં પર આખા તાલ સ્પષ્ટપણે વગાડતાં આવડે છે. તેને કોઈ પણ તાલનું નામ કહો એટલે તે એ માત્રા મુજબ તબલાં પર હાથ ફેરવે છે. કર્ણાટકના હોન્નાવર શહેરમાં રહેતી સ્વર્ષિ ૧૨ 
અલગ-અલગ તાલ વગાડી શકે છે. તેના હાથની ટચૂકડી આંગળીઓ મસમોટાં તબલાં પર ફરે છે ત્યારે જાણે આપમેળે તાલમાં ફરે છે. આ કદાચ સૌથી નાની વયે તબલાં વગાડવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પણ હોઈ શકે છે. જોકે એ માટે હજી તેના પેરન્ટ્સે કોઈ અરજી કરી નથી.

karnataka indian music indian classical music national news offbeat news culture news limca book of records