આ ભાઈએ ઘરમાં ચિહુઆહુઆ પ્રજાતિના ૩૭ ડૉગીઝ પાળ્યા છે

28 February, 2019 08:58 AM IST  | 

આ ભાઈએ ઘરમાં ચિહુઆહુઆ પ્રજાતિના ૩૭ ડૉગીઝ પાળ્યા છે

ઘરમાં 37 શ્વાન સાથે રહે છે આ ભાઈ

અમેરિકાના મૅરિલૅન્ડમાં બૉબી હમ્ફ્રે નામના બૉડીબિલ્ડરને ડૉગ્સ ગમતા ખરા, પણ તેને નાની પ્રજાતિના ડૉગીઝ પાળવાનું નહોતું ગમતું. તેને હંમેશાં લાગતું કે તેના ઘરમાં જે પ્રાણીઓ પાળવામાં આવે એ તેના જેવા જ હટ્ટાકટ્ટા અને તેની પર્સનાલિટીને શોભે એવા હોવા જોઈએ. ચિહુઆહુઆ એ સૌથી ટચૂકડા કદની શ્વાનની પ્રજાતિ છે. આવાં ગલૂડિયાં જેવા ડૉગીઝ પાળનારા તેના દોસ્તોની બૉબી મજાક પણ ઉડાવતો. જોકે બે વર્ષ પહેલાં કેટલીક ઘટનાઓ એવી ઘટી કે તેના ઘરમાં એક-બે નહીં, સંખ્યાબંધ સ્મૉલ ડૉગ્સ આવી ગયાં. તેના ફ્રેન્ડે લેડી નામની એક ચિહુઆહુઆ ડૉગી પાળેલી. આ ડૉગી તેના દોસ્ત સાથે જે પ્રેમ અને કાળજીપૂર્વક વર્તતી એ તેણે જોયેલું અને ક્યારેક તે લેડી ડૉગ સાથે મજાક ખાતર રમી પણ લેતો. જોકે બે વર્ષ પહેલાં તેના જીવનમાં જબરી ઊથલપાથલ થઈ. તેની વાઇફ સાથે ઝઘડા વધવાથી તે ડિવૉર્સ લઈને જતી રહી. એ જ વખતે તેને ખભામાં ઇન્જરી થતાં પથારીમાં આરામ કરવો પડે એવી સ્થિતિ આવી. તે ડિપ્રેશનમાં સરી પડેલો. એવામાં લેડી ડૉગ પાળનારો દોસ્ત તેની પાસે આવ્યો અને તેણે થોડાક દિવસ માટે આ ડૉગીને રાખવાની રિક્વેસ્ટ કરી. બૉબી ડિપ્રેશનમાં હતો ત્યારે આ નાનકડી ડૉગીએ જે ધીરજ અને શાંતિપૂર્વક તેને સાથ આપ્યો એ જોઈને થોડા જ દિવસમાં તે એના પ્રેમમાં પડી ગયો.

આ પણ વાંચોઃ યંગસ્ટર્સને ધર્મની વાતો સમજાવવા જપાનના મંદિરમાં ૬.૬૦ કરોડ રૂપિયાના ખર્ચે રોબો-દેવતા મૂકવામાં આવ્યો

તેને ડર લાગવા લાગ્યો કે જો તેનો દોસ્ત આ ડૉગીને પાછી લઈ જશે તો શું થશે? એટલે તેણે આ જ પ્રજાતિના બીજા બે-ત્રણ ડૉગીઝ પાળી લીધા. છેલ્લાં બે વર્ષમાં તેણે જ્યાંથી પણ ગમી જાય એ ડૉગ્સ લઈ લેવાનું શરૂ કરતાં હાલમાં સ્થિતિ એ છે કે તેના ઘરમાં ૩૭ ટચૂકડા ડૉગીઝ રહે છે. તેના જાયન્ટ કદના ડૉગીઝ જાણે સાઇડલાઇન થઈ ગયા છે.

offbeat news hatke news