કાચી માછલીની વાનગીની અનોખી સજાવટ

25 March, 2019 11:34 AM IST  | 

કાચી માછલીની વાનગીની અનોખી સજાવટ

આ રીતે થાય છે સજાવટ

ખાવાનું બનાવવું એ એક કળા છે, પરંતુ એને આકર્ષક રીતે પ્લેટમાં પ્રેઝન્ટ કરવું એ વિશિષ્ટ કળા છે. એમાં પાછું હવે તો સોશ્યલ મીડિયા પર તમારી પ્રેઝન્ટેશન આર્ટને લોકો સમક્ષ મૂકીને ઇન્સ્ટન્ટ રીઍક્શન પણ મેળવી શકાય છે. જપાનમાં રહેતા મિકીયુઇ નામે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ધરાવતા એક ભાઈએ એક ખાસ પ્રકારની વાનગીના પ્રેઝન્ટેશનમાં જે ક્રીએટિવિટી ઉમેરી છે એ માટે અદ્ભુત શબ્દ ટૂંકો પડે. જૅપનીઝ વાનગી સૅશિમી ડિશના પ્રેઝન્ટેશનથી તેમનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છલકાઈ રહ્યું છે.

કાચી માછલી અને કાચા માંસની અત્યંત પાતળી સ્લાઇસ કરીને સૉસ સાથે પીરસાતી વાનગી છે. એમાં કશું જ રાંધેલું હોતું નથી. ફિશ, માંસ, ગાર્નિશિંગ માટેનાં વેજિટેબલ્સ અને સૉસનું કૉમ્બિનેશન કરીને આ ડિશ બને છે. મિકીયુઇભાઈએ પાતળી સ્લાઇસ બનાવવામાં જે હથોટી કેળવી છે એ કાબિલેદાદ છે. ફિશ અને મીટના નૅચરલ રંગો અને ગાર્નિશિંગ માટેનાં વેજિટેબલ્સની મદદથી તેણે જે ડિશ તૈયાર કરી છે એના નમૂના આ સાથે છે.

આ પણ વાંચોઃ  હાથ વિનાની આ મહિલા છે સફળ ટૅક્સી-ડ્રાઇવર

આ તસવીરો જોઈને લોકો એમ માની બેસે છે કે કાં તો આ ભાઈ મોટા શેફ હશે અથવા તો કલાકાર. જોકે મિકીયુઇ એ બેમાંથી કશું જ નથી. તેમને નવરાશના સમયે આવાં ગતકડાં કરવાં ગમે છે અને રમતાં-રમતાં જ તેઓ આવી અદ્ભુત આર્ટ તૈયાર કરી નાખે છે.

offbeat news hatke news japan