Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હાથ વિનાની આ મહિલા છે સફળ ટૅક્સી-ડ્રાઇવર

હાથ વિનાની આ મહિલા છે સફળ ટૅક્સી-ડ્રાઇવર

25 March, 2019 11:27 AM IST | નોર્થ કેરોલિના

હાથ વિનાની આ મહિલા છે સફળ ટૅક્સી-ડ્રાઇવર

નોર્થ કેરોલિનામાં ટેક્સી ચલાવે છે જેનેટ

નોર્થ કેરોલિનામાં ટેક્સી ચલાવે છે જેનેટ


અમેરિકાના નૉર્થ કૅરોલિનામાં રહેતી ૩૧ વર્ષની જેનેટ બ્રાઉન નામની મહિલા બે સંતાનોની મા છે અને ઉબર ટૅક્સી ચલાવે છે. જન્મથી જ તેને કોણીથી આગળના હાથ વિકસ્યા નથી. કોણીથી આગળ ખૂબ પાતળું હાડકું તેના બન્ને હાથમાં છે જેનો જેનેટ બખૂબી ઉપયોગ કરી લે છે. ઘરનું એકેય કામ એવું નથી જે જેનેટ ન કરી શકે. ઘરની સફાઈની વાત હોય કે રસોઈ, બધું જ તે કરી લે છે. કપડાં ધોવાથી માંડીને પોતાનું માથું ઓળવા સુધીનું કામ તે હાથ વિના કરી લે છે. કોણીથી આગળના પાતળા હાડકાંનો જેનેટ એવી રીતે ઉપયોગ કરે છે જે તેના માટે હાથ અને આંગળીઓની ગરજ સારે છે. દરેક કામ જાતે કરવા માટે તેણે ઘરમાં નાના-મોટા જુગાડ કરી લીધા છે. કાંસકો હાથમાં પકડવા માટે તેણે કાંસકાની ફરતે રબર બાંધી દીધું છે એટલે રબર હાથમાં પહેરીને તે પોતાના વાળ જાતે ઓળી લઈ શકે છે. જાતે ખાવાનું અને બે હાથ ભેગા કરીને પેનથી લખવાનું પણ તે કરી લે છે. જેનેટનું કહેવું છે કે તેની ટૅક્સીના પૅસેન્જરો પહેલી વાર જુએ કે હાથ નથી ત્યારે તેમને શંકા જાય, પરંતુ તેમને એક વાર મારા ડ્રાઇવિંગનો અનુભવ થયા પછી તેઓ મને જ તેમના પર્સનલ ડ્રાઇવર તરીકે ડાયરેક્ટ ફોન કરીને બુક કરવાનું પસંદ કરે છે. જેનેટ પણ દીકરાઓ સ્કૂલમાં જાય ત્યારે નવરાશનો સમય બેસી રહેવાને બદલે ટૅક્સી ચલાવીને વધારાના પૈસા રળી લે છે.

આ પણ વાંચોઃ લંડનના પોલીસ હેડક્વૉર્ટરને ભારતીયે ૬૮ કરોડ ખર્ચીને લક્ઝરી હોટેલ બનાવી દીધી



તેનું કહેવું છે કે ‘લોકો મને ડિસેબલ સમજીને મદદ કરવા હાથ લંબાવે છે ત્યારે બહુ જ ખરાબ લાગે છે. મારાથી નહીં થાય એવું ધારીને મદદ કરવા આવનારા લોકોનો આશય સારો જ હોય છે, પણ એ મને હર્ટ કરે છે; કેમ કે ભલે મને હાથ ન હોય, એવું એકેય કામ નથી જે બે હાથવાળા લોકો કરી શકતા હોય અને હું ન કરી શકતી હોઉં.’


જેનેટે પોતાના જેવા ડિસેબલ લોકો માટે એક સ્વૈચ્છિક સંસ્થા ખોલી છે જે તેમને જાતે પગભર થવા માટે પ્રોત્સાહન અને જરૂરી સહાય પૂરી પાડે છે.


Whatsapp-channel Whatsapp-channel

25 March, 2019 11:27 AM IST | નોર્થ કેરોલિના

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK