પોતાના ખિસ્સામાં હતા 3 રૂપિયા છતાં મળી આવેલા 40 હજાર માલિકને પાછા આપ્યા

04 November, 2019 04:05 PM IST  |  મુંબઈ

પોતાના ખિસ્સામાં હતા 3 રૂપિયા છતાં મળી આવેલા 40 હજાર માલિકને પાછા આપ્યા

ધનાજી જગદાલે

ઈમાનદારીના કિસ્સાઓ અને ઉદાહરણો તમને દરેક દેશમાં મળી જશે. આવું જ એક ઉદાહરણ મહારાષ્ટ્રમાં સામે આવ્યું છે. એક શખ્સના ખિસ્સામાં 3 જ રૂપિયા હતા. તેને બસ સ્ટોપ પરથી 40, 000 રૂપિયા મળી આવ્યા. પરંતુ તેણે ઈમાનદારી બતાવી અને 40, 000 રૂપિયા તેના માલિકને પાછા આપ્યા.

મહારાષ્ટ્રના સતારાના રહેવાસી છે ધનાજી જગદાલે. જગદાલેએ ઈમાનદારીની મિસાલ રજૂ કરી છે. દિવાળીના દિવસની વાત છે. તેઓ કોઈ કામથી દહીવાડી ગયા હતા. બસ સ્ટૉપ પર પહોંચ્યા તો તેમને નોટોની થપ્પી જોવા મળી. જે બાદ જગદાલેએ લોકોને પુછ્યું કે આ પૈસા કોના છે? પહેલા તો કોઈએ ન બોલ્યું. ફરી એક શખ્સ હેરાન પરેશાન થતો સામે આવ્યો. હાંફતો હાંફતો, અને તેણે કહ્યું કે આ પૈસા તેના છે. તેમણે જણાવ્યું કે તેની વાઈફની સર્જરી છે અને તેઓ આ પૈસા લઈને જઈ રહ્યો હતો.

આ પણ જુઓઃ અમદાવાદના આર્ટિસ્ટ ક્રિતિકાએ ક્રીએટ કરેલા હૅલોવીન લૂક છે જબરદસ્ત,જોઈને ડરી ન જતા

જગદાલેની ઈમાનદારીને જોતા શખ્સે તેને 1, 000 રૂપિયા આપવાનો પ્રયાસ કર્યો. પરંતુ જગદાલેએ ન લીધા. તેમણે કહ્યું કે તેમની પાસે માત્ર 3 રૂપિયા છે,  ગામ જવા માટે 10 રૂપિયા થાય છે. એટલે તેમણે માત્ર 7 રૂપિયા જ લીધા. સતારાથી ભાજપના ધારાસભ્ય શિવેન્દ્રરાજે ભોંસલે, પૂર્વ સાંસદ ઉદયનરાજે ભોંસલે અને અનેક અન્ય સંગઠનના લોકો પણ જગદાલે પણ ચર્ચા કરી રહ્યા છે. તેમને તેમની ઈમારદારી માટે સન્માનિત કરવામાં આવ્યા. જો કે જગદાલેએ કોઈ પણ પ્રકારનું રોકડ ઈનામ નથી લીધું.

maharashtra offbeat news hatke news