જરા જુઓ આ ભાઈની કરામત...બનાવી ડબલ-ડેકર કાર

01 September, 2019 11:48 AM IST  |  ટેક્સાસ

જરા જુઓ આ ભાઈની કરામત...બનાવી ડબલ-ડેકર કાર

તમે જોઈ ડબલ ડેકર કાર?

યૂકેના વેલ્સમાં ગ્લીન્ડ્વર નામના ભાઈને ખબર નહીં શું સુઝ્યું કે પોતાની કારના છાપરા પર એક કાર મુકી અને આવી રીતે કારને લઈને ચાલવા માંડ્યા. પોતાની કાર પર બીજી એક કાર બેલેન્સ કરી અને પછી નીકળી પડ્યા. 51 વર્ષના આ ભાઈએ પોતાની ફૉક્સવેગન પેસેટ કારના છાપરા પર સ્કોડા ઓક્ટાવિયા બાંધી હતી અને નીકળી પડ્યા હતા.

ઘટના આમ તો માર્ચની છે. પરંતુ આ મામલે ગ્લીન્ડ્વરભાઈને સજા થઈ એટલે અત્યારે ફરી ચર્ચામાં આવી છે. જો કે આ ભાઈ માત્ર 300 મીટર જ ચાલ્યા હતા. અને તેમનો દાવો છે કે તેમણે સુરક્ષાની ખાતરી કરી હતી. કોર્ટમાં તેમણે એવો પણ સ્વીકાર કર્યો કે તેણે આવું નહોતું કરવું જોઈએ. આ તેની મુર્ખામી હતી.

આ પણ જુઓઃ પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો


ભલાઈ કરવા જતા થયો દંડ
માર્ચમાં બનેલી ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. જે પોલીસની નજરમાં આવતા કારચાલકને શોધીને તેમના પર કાર્રવાઈ કરવામાં આવી હતી. આ ભાઈ જે કારને છાપરા પર બાંધવામાં આવી હતી તેને લઈને ભંગારમાં નાખવા જઈ રહ્યા હતા. અને એ પણ તેના મિત્રની કાર હતી. આવા કારનામું કરવા બદલ આ શ્રીમાનને 195 યૂરોનો દંડ કરવામાં આવ્યો છે, સાથે જ તેમને લાયસન્સ પર 3 પોઈન્ટ પણ કરવામાં આવ્યા છે.

offbeat news hatke news texas