જ્યારે વિદ્યાર્થીના બેગમાંથી મળી મસમોટી ડ્રેગન ગરોળી...

11 September, 2019 03:15 PM IST  |  ફ્લોરિડા

જ્યારે વિદ્યાર્થીના બેગમાંથી મળી મસમોટી ડ્રેગન ગરોળી...

જ્યારે વિદ્યાર્થીના બેગમાંથી મળી મસમોટી ડ્રેગન ગરોળી

ફ્લોરિડા ડિસ્ટ્રિક્ટની એક સ્કૂલે તેમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓને ખાસ સૂચના આપી છે કે, બાળકોને સ્કૂલે મોકલતા પહેલા તેમના સ્કૂલબેગ ખાસ ચેક કરીને મોકલવા. આવું એટલા માટે કે આ સ્કૂલમાં એક વિદ્યાર્થી તેની બેગમાં મસમોટી ડ્રેગન ગરોળી લઈને પહોંચ્યો હતો.

બૅ કાઉન્ટી સ્કૂલ ડિસ્ટ્રિક્ટે કહ્યું કે, જાંગો નામની આ ડ્રેગર ગરોળીને તેમનો એક વિદ્યાર્થી લઈને આવ્યો હતો. જેમની શાળાના સ્ટાફને ખબર પડતા તેને તેને એક બોક્સમાં રાખી અને વિદ્યાર્થીના વાલીને તેને ઘરે લઈ જવા કહ્યું.

સ્કૂલના મત પ્રમાણે ડ્રેગન ગરોળીને આવી રીતે સ્કૂલબેગમાં લઈ આવવી યોગ્ય નહોતી. જ્યારે વિદ્યાર્થીને તેનું કારણ પુછવામાં આવ્યું, તો તેણે કહ્યું કે, 'તેની પાલતું ગરોળીને ઘરે એકલું ને લાગે તે માટે તે ગરોળીને સ્કૂલે લઈને આવ્યો.'

આ પણ જુઓઃ ગોપી વહુ થી ગોપિકા સુધી, આવી છે Gia Manekની સફર....

ઘટના પછી સ્કૂલે વાલીઓ માટે ખાસ નોટીસ જાહેર કરી છે કે, બાળકોને સ્કૂલે મોકલતા પહેલા તેમને બેગ ખાસ તપાસીને મોકલે.

offbeat news hatke news florida