Zomato નો ડિલીવરી બૉય ઘરમાંથી લઇ ગયો કુતરૂ,કહ્યું, 'હાં હું લઇ ગયો હતો'

09 October, 2019 04:05 PM IST  |  મુંબઈ ડેસ્ક

Zomato નો ડિલીવરી બૉય ઘરમાંથી લઇ ગયો કુતરૂ,કહ્યું, 'હાં હું લઇ ગયો હતો'

સામાન્ય રીતે ફૂડ ડિલીવરી એક્ઝિક્યુટિવ ઘર કે ઑફિસમાં ખાવાનું પહોંચાડવાનું કામ કરતાં હોય છે, પણ પુણેમાં એક કપલ સાથે કંઇક એવું થયું કે બધાં દંગ રહી ગયા. પુણેના એક કપલના પગ નીચેથી જમીન સરકી ગઈ જ્યારે તેમને ખબર પડી કે એક ફૂડ ડિલીવરી બૉય તેમના બીગલ ડૉગને પોતાની સાથે લઇ ગયો છે.

ટ્વીટર યૂઝર વંદના શાહે આ ઘટના વિશે ટ્વીટ કરતા જણાવ્યું કે સોમવારે બપોરે તે અચંબિત થઈ જ્યારે તેણે જોયું કે તેનો પાળેલો કૂતરો 'ડોટ્ટૂ' કાર્વે રોડ પરથી ખોવાયો છે. સીસીટીવી ફુટેજ પ્રમાણે ડોટ્ટૂને છેલ્લે વંદનાના ઘરે બનેલા ફેક્ટ્રી કૉમ્પ્લેક્સના પરિસરમાં રમતો જોવાયો હતો.

જ્યારે કેટલાય કલાકો સુધી ડોટ્ટૂ વિશે કંઇજ ખબર ન પડી તો તેણે પાડોશમાં જોવાનું શરૂ કર્યું, પણ કોઇ જ ખબર ન મળી. તે પોલીસ સ્ટેશન પણ ગયા જ્યાં પાળેલા પ્રાણીને શોધી આપવાનું આશ્વાસન જ મળ્યું. વંદના શાહના ઘર પાસે એક ફૂડ આઉટલેટ છે જ્યારે તે લોકોએ ત્યાં જઈને પૂછપરછ કરી તો તેમાંથી એકે ડોટ્ટૂને ઓળખી લીઘો અને જણાવ્યું કે તેનો એક સહકર્મી તેને પોતાની સાથે લઈ ગયો છે.

તપાસ કર્યા બાદ ખબર પડી કે ડોટ્ટૂને લઈ જનારો વ્યક્તિ ફૂડ ડિલીવરી સર્વિસ ઝોમેટોમાં કામ કરે છે અને તેનું નામ તુષાર છે.

વંદના પ્રમાણે, "અમે તેનો કૉન્ટેક્ટ નંબર લીધો અને તેને ડોટ્ટૂ વિશે પૂછ્યું. તુષારે આ તો સ્વીકાર્યું કે તેણે જ ડોટ્ટૂને ઉટઠાવ્યો છે, પણ જ્યારે તેને પાછો આપવાની વાત કરી તો તે બહાના બનાવવા લાગ્યો. કહેવા લાગ્યો કે તેણે ડોટ્ટૂને પોતાના ગામ મોકલી દીધો છે."

તેણે કહ્યું કે, "અમે અમારા બીગલ ડૉગને બદલે તેને પૈસા આપવાનો પ્રસ્તાવ પણ આપ્યો, પણ તે બહાના જ બનાવતો રહ્યો. હવે છેલ્લા કેટલાક કલાકોથી તેનો ફોન સ્વિચ્ડ ઑફ આવી રહ્યો છે." વંદનાએ હવે પોતાનો પાળેલો કૂતરો મેળવવા ઝોમેટોને ફરિયાદ કરી છે.

આ પણ વાંચો : શું તમને ખબર છે આ ગુજરાતીઓ રહી ચુક્યા છે 'બિગ બૉસ'ના ઘરમાં!

ઝોમેટોએ પણ તરત જ વંદનાની ફરિયાદનો જવાબ આપતા કહ્યું, "આ કોઇ પણ રીતે સ્વીકાર્ય નથી, મહેરબાની કરીને તમારા કૉન્ટેક્ટ ડિટેલ્સ મોકલો અને અમારી ટીમમાંથી કોઇક ટૂંક સમયમાં જ તમારી સાથે સંપર્ક સાધશે." તો વંદના અને તેના પતિ એ પણ કહે છે કે પોલીસે તેમને મદદનું આશ્વાસન આપ્યું છે પણ તેમણે ફરિયાદ નોંધવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.

offbeat news