વિશ્વનો સૌથી લક્ઝુરિયસ ડિપાર્ટમેન્ટલ સ્ટોર ખૂલશે પૅરિસમાં

24 November, 2019 01:02 PM IST  |  Mumbai Desk

વિશ્વનો સૌથી લક્ઝુરિયસ ડિપાર્ટમેન્ટલ સ્ટોર ખૂલશે પૅરિસમાં

ફ્રાન્સની રાજધાની પૅરિસમાં ૧૫૦ વર્ષ જૂનો ફ્રેન્ચ ડિપાર્ટમેન્ટલ સ્ટોર ૨૦૦૫થી બંધ પડ્યો છે. લા સમારિટેન નામનો આ સ્ટોર ૧૫ વર્ષ બાદ આગામી એપ્રિલમાં ખૂલવાનો છે અને એ પહેલાં એની સિકલ પૂરેપૂરી બદલાઈ ગઈ હશે. ન્યુ લુક માટે ૭૫૦ મિલ્યન યુરો એટલે કે ૫૯.૩૪ અબજ રૂપિયાનો ખર્ચ થશે.

અબજો રૂપિયાના ખર્ચે રિનોવેટ થઈ રહેલા આ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ૬૦૦થી વધુ લક્ઝુરિયસ બ્રૅન્ડ્સનાં આઉટલેટ્સ હશે. એક ફાઇવસ્ટાર હોટેલ પણ એમાં હશે. ૧૮૭૦માં આ સ્ટોર ખૂલ્યો હતો. વિશ્વભરના અબજોપતિઓ અને લક્ઝુરિયસ બ્રૅન્ડ્સના શોખીનો માટે આ જગ્યા સ્વર્ગ સમાન બની રહેશે. લુઇ વિતોં અને ક્રિસ્ટિયન ડિઓરની કક્ષાની લક્ઝુરિયસ બ્રૅન્ડ્સ એમાં સમાવિષ્ટ છે. એવી સંભાવના છે કે એ સ્ટોર ખૂલે એના પહેલા જ વર્ષે ૫૦ લાખથી વધુ વિઝિટર્સ આવશે.

PHOTOS: જુઓ દુલ્હનના અવતારમાં મોનાલિસા ઉડાવી રહી છે ચાહકોના હોશ

paris offbeat news