9મા માળથી મહિલા પડી અને પછી ઉઠીને ચાલવા લાગી, વીડિયો વાયરલ

27 January, 2020 07:31 PM IST  |  Mumbai Desk

9મા માળથી મહિલા પડી અને પછી ઉઠીને ચાલવા લાગી, વીડિયો વાયરલ

જો કોઇ 9મા માળથી પડે તો તેનો શો હાલ થશે. તમે કહેશો કે હાડકાં તૂટી જશે અને બીજુ તો જીવ પણ જઈ શકે છે પણ જો અમે તમને કહીએ કે કોઇક મહિલા નવમા માળથી પડી અને પછી ઉઠીને ઊભી થઈ તો તમે કહેશો કે આ શું મજાક છે. આવું તો થઈ જ ન શકે, પણ અમે તમને જણાવીએ કે આ સત્ય ઘટના છે. એક મહિલા નવમાં માળથી પડી અને થોડી વાર એમ જ રહી ત્યાર બાદ ઊભી થઈ અને ચાલવા લાગી.

રિપોર્ટ પ્રમાણે આ મામલો રૂસના પશ્ચિમી સાઇબેરિયા પ્રાંતના શહેરનો છે. અહીં તાજેતરમાં જ એક મહિલા બિલ્ડિંગના 9મા માળથી નીચે પડી ગઈ. જો કે, બસ સારી વાત એ છે કે જમીન પર બરફ હોવાને કારણે તેને વધારે ગંભીર ઇજા નથી આવી. થોડી વારમાં તે ઊભી થઈ ગઈ.

રિપોર્ટ્સ પ્રમાણે, બિલ્ડિંગથી નીચે પડ્યા પછી મહિલા ઉઠીને થોડેક દૂર જઈ એમ્બ્યુલેન્સ બોલાવવા માટે કહે છે. તો આ વિશે ડૉક્ટર્સે કહ્યું કે તેને મૂઠમાર લાગી છે. ઇશ્વરનો આભાર છે કે આટલી ઉંચાઈથી પડ્યા પછી પણ તેનું એક પણ હાડકું તૂટ્યું નથી. જો કે, પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. આ ઘટના વિશે ત્યારે ખબર પડી, જ્યારે એક ટ્વિટર યૂઝરે આ ઘટનાનો વીડિયો શૅર કર્યો છે.

આ પણ વાંચો : બોલીવુડ સિતારાઓએ કરી બીચની સાફસફાઇ....

હકીકતે આ ઘટના સર્વિલાન્સ કેમેરામાં રેકૉર્ડ થઈ ગઈ. ત્યાંથી વીડિયો ટ્વિટર પર શૅર કરવામાં આવ્યો. તો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ જ જોઇ રહ્યા છે. આ સિવાય પોત-પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો મહિલાને લક્કી લેડી કહી રહ્યા છે તો કેટલાક લોકો આને ભગવાનનો ચમત્કાર પણ કહી રહ્યા છે. તો એક યૂઝરે લખ્યું છે કે "જા કો રાખે સાઇયાં માર સકે ના કોઇ."

offbeat news international news