મસૂરીમાં ૧૫,૦૦૦ પ્લાસ્ટિકની બૉટલમાંથી બની વૉલ-આર્ટ

23 June, 2019 10:23 AM IST  | 

મસૂરીમાં ૧૫,૦૦૦ પ્લાસ્ટિકની બૉટલમાંથી બની વૉલ-આર્ટ

પ્લાસ્ટિકની બૉટલમાંથી બની વૉલ-આર્ટ

હિલ-સ્ટેશન પર ફરવા જનારા લોકો ત્યાંના સૌંદર્યને માણીને ત્યાં કચરાનો ઢગલો ઊભો કરીને આવે છે. એવા સમયે સ્થાનિકોએ જે-તે સ્થળની સ્વચ્છતા-સુંદરતા માટે વિશેષ સજાગ રહેવું પડે છે. મસૂરી પણ દર વર્ષે હજારો પ્રવાસીઓને આકર્ષે છે. અહીંના રહેવાસીઓએ સહેલાણીઓને કચરો ન ફેલાવવાનો સંદેશો આપવા માટે અનોખી રીત અપનાવી છે. તેમણે ‘વૉલ ઑફ હૉપ’ નામે એક દીવાલ તૈયાર કરી છે જેમાં ૧૫,૦૦૦થી વધુ પ્લાસ્ટિકની બૉટલ્સ વાપરીને આર્ટ તૈયાર થયું છે. દીવાલ બાર ફુટ ઊંચી અને ૧૫૦૦ ફુટ લાંબી છે.

આ પણ વાંચો: જાડીપાડી બિલાડીને કસરત કરવા ટ્રેડમિલ પર મૂકો તો સૂઈ જાય છે

પ્રવાસીઓ પ્લાસ્ટિકની બૉટલ્સ જ્યાં-ત્યાં નાખીને સુંદર હિલ-સ્ટેશનને બગાડે છે ત્યારે રહેવાસીઓએ ભેગા મળીને સ્વચ્છતા-સંદેશ ફેલાવવા અથાક મહેનત કરી છે. સ્થાનિક સ્કૂલ અને કૉલેજના વિદ્યાર્થીઓએ રોડ પરથી પ્લાસ્ટિકની બૉટલ્સ એકત્રિત કરી હતી અને પછી જાતે જ તેમણે એ બૉટલ્સની ગોઠવણી દ્વારા દીવાલ રચી હતી. રહેવાસીઓ અને વિદ્યાર્થીઓ મસૂરીને ભારતનું સૌપ્રથમ સ્વચ્છ હિલ-સ્ટેશન બનાવવા માગે છે.

hatke news offbeat news gujarati mid-day