Viral Video: કોબરા શિકાર સમજી પ્લાસ્ટિકની બોટલ ગળી ગયો અને પછી...

31 January, 2020 02:05 PM IST  |  Mumbai Desk

Viral Video: કોબરા શિકાર સમજી પ્લાસ્ટિકની બોટલ ગળી ગયો અને પછી...

દેશ અને દુનિયાભરમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકને પ્રતિબંધિત કરવા માટે જાગૃકતા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. પ્લાસ્ટિક પૃથ્વી પર રહેલા જીવન ચક્રને સંપૂર્ણપણે બરબાદ કરનારું છે. આનાથી બધાં જ જીવ અને વનસ્પતિઓ પ્રભાવિત થાય છે. એક કોબરાના પ્લાસ્ટિકની બાટલીને ગળી જવાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેને જોઇને તમે અંદાજો લગાડી શકો છો કે પ્લાસ્ટિક તેના જીવન માટે કેટલું ખતરનાક છે.

આઇએફએસ અધિકારી પ્રવીણ કાસવાને સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ટ્વિટર પર એક વીડિયો શૅર કર્યો છે, જેમાં કોબરા સાંપ પોતાનો શિકાર સમજીને પ્લાસ્ટિકની એક બોટલ ગળી ગયો. પ્લાસ્ટિકની બોટલ ગળી ગયા પછી તે તરફડવા લાગ્યો કારણ તે બોટલ તેના પેટમાં ફસાઇ ગઈ.

તે કોબરાને તરફડતા જોઇ સ્થાનિક લોકોએ સાંપ પકડનારા વિભાગને મદદ માટે ફોન કર્યો. સૂચના પર વન્યજીવ રક્ષક ગૌતમ ભગત ઘટનાસ્થળે પહોંચ્યો. થોડીવાર બાદ સાંપને તરફડતા તે બોટલને પોતાની અંદરથી બહાર ઓકી કાઢી. આ વીડિયો જોઇને તમે પણ વિચલિત થઈ શકો છો...

જુઓ વીડિયો

આ ઘટના 2017માં ગોવામાં બની હતી, જેને પ્રવીણ કાસવાને 10 જાન્યુઆરી 2020ના શૅર કર્યો. આ વીડિયો હજારો વાર જોવામાં આવી ચૂક્યો છે. તેને અનેકો વાર રિટ્વીટ કરવામાં આવ્યું છે અમે હજારો લોકોએ લાઇક પણ કર્યું છે.

કાસવાને જન જાગૃકતા માટે આ વીડિયો શૅર કરતા લખ્યું છે કે તમે આ વીડિયોને જોઈને કોઇક રીતે સિંગલ યૂઝ પ્લાસ્ટિક જેવી બોટલ વન્ય જીવો અને અન્ય પ્રજાતિઓને કેવી રીતે પ્રભાવિત કરે છે. તેણે જણાવ્યું કે આ એક કોબરા છે, જે ગળી ચૂકેલી વસ્તુને બહાર કાઢવાની ક્ષમતા ધરાવે છે. અન્ય જીવોમાં આવી ક્ષમતા નથી હોતી. તે પીડાથી જ મરી જશે...

આ પણ વાંચો : પુજા બેદીની દીકરી અલાયાની ફિલ્મ આવી રહી છે ત્યારે જોઇએ તેની કેન્ડિડ તસવીરો

મોટાભાગના યૂઝર્સે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. મોટાભાગના લોકોએ સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો વિરોધ કર્યો છે અને સરકારને આના વિરુદ્ધ નીતિઓ બનાવવાની અપીલ કરી છે.

goa mumbai offbeat news offbeat videos