વિશ્વના આ વિસ્તારમાં સમુદ્રમાં થાય છે ચમત્કાર, જાણો શું છે ભેદ....

23 October, 2019 12:42 PM IST  |  મુંબઈ ડેસ્ક

વિશ્વના આ વિસ્તારમાં સમુદ્રમાં થાય છે ચમત્કાર, જાણો શું છે ભેદ....

સમુદ્રની વાત કરવામાં આવે તો કોને રસ ન પડે? સમુદ્ર કિનારે બીચ પર મસ્તી કરવી કે પછી રેતીનું ઘર બનાવવું બધાને ગમતું હોય છે. મોટાભાગના લોકોની સમુદ્ર સાથે કેટલીક યાદો જોડાયેલી હોય છે. પણ આ સિવાય જો સમુદ્ર સાથે કોઇ પ્રકારની માહિતી વિશે વાત કરવામાં આવો તો આપણને સમજાય કે આપણે સમુદ્ર વિશે કેટલું ઓછું જાણીએ છીએ. આંકડા અને વિશેષજ્ઞો પ્રમાણે અત્યાર સુધી સમુદ્ર વિશે ફક્ત 20 ટકા માહિતી જ મેળવી શકાઇ છે. ચારે તરફ સમુદ્રથી ઘેરાયેલા હોવા છતાં આપણે સમુદ્ર વિશે ખૂબ જ ઓછું જાણીએ છીએ. સમુદ્રએ પોતાની અંદર અનેક ભેદ છુપાવી રાખ્યા છે.

હકીકતે વાત એ છે કે સમુદ્રમાં એક એવી જગ્યા પણ છે જ્યાં બે જુદાં જુદાં રંગના મહાસાગર મળતાં જોવા મળે છે પણ તેમનું પાણી એકબીજામાં ભળતું નથી. બન્ને મહાસાગરોનું પાણી જુદાં જુદાં રંગનું છે તે સ્પષ્ટ જોઇ શકાય છે. અલાસ્કાની ખાડીમાં હિન્દ મહાસાગર અને પ્રશાંત મહાસાગર મળે છે, પણ તેમનું પાણી એકમેકમાં ભળતું નથી. હા, આ હકીકત છે કે બન્ને મહાસાગર મળતાં હોવા છતાં તેમનું પાણી એકબીજામાં મિશ્ર થતું નથી.

આ મહાસાગરો પર અનેક વાર ઊંડી શોધ થયા પછી વૈજ્ઞાનિકોએ આ વાતની માહિતી મેળવી છે કે આખરે રંગના અંતર અને પાણીના એકબીજામાં મિશ્ર ન થવાની પાછળનું કારણ શું છે. ગ્લેશિયરમાંથી નીકળતા પાણીનો કલર નીલો અને મહાસાગરમાઁથી આવતાં પાણીનો રંગ ઘેરો નીલો હોય છે. તેથી આ તફાવત સરળતાથી જોઈ શકાય છે. બન્ને મહાસાગરોના પાણી અંદરોઅંદર મિક્સ ન થવા પાછળનું કારણ ખારા અને મીઠા પાણીના ઘનત્વ, તાપમાન અને લવણતા પર આધારિત છે.

આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...

આ દ્રશ્ય જોતી વખતે અચંબિત કરનારો છે પણ હકીકતે વૈજ્ઞાનિકોની શોધ પહેલા પાણીના એકબીજામાં મિક્સ ન થવાના કારણો પાછળ કેટલીક માન્યતાઓ હતી. કેટલાક લોકો આને ચમત્કાર તો કેટલાક ધાર્મિક માન્યતાઓ સાથે જોડતા હતા. કેટલાક તો એમ પણ માનતાં કે બન્ને પાણી એકમેકમાં મિક્સ ન થવાનો સંબંધ પાણની વર્ટિકલ સ્તરીકરણથી થાય છે.

national news offbeat news