વિશ્વની સૌથી ઓલ્ડ પાળેલી કાચબી છે 121 વર્ષની

20 August, 2019 09:48 AM IST  |  ઇંગ્લૅન્ડ

વિશ્વની સૌથી ઓલ્ડ પાળેલી કાચબી છે 121 વર્ષની

વિશ્વની સૌથી ઓલ્ડ પાળેલી કાચબી છે 121 વર્ષની

કાચબાનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે. ઇંગ્લૅન્ડના ‌ગિલ્ડફૉર્ડમાં રહેતી શીલ ફ્લોરિસ નામનાં બહેનના પરિવારે પાળેલી ટૉમી નામની હર્મન્સ પ્રજાતિની કાચબી હાલમાં વિશ્વની સૌથી ઘરડી પાળેલી કાચબી હોવાનું નોંધાયું છે. આ ટૉમીએ તેની એક જિંદગીમાં અમેરિકાના ૨૧ પ્રેસિડન્ટ્સનું રાજ જોયું છે અને બે વિશ્વયુદ્ધ પણ. ૧૮૯૯માં જન્મેલી આ કાચબીને શીલાની દાદી માર્ગારેટે ખરીદી ત્યારે એની ઉંમર ૧૧ વર્ષની હતી. ત્યારથી ટૉમી આ જ પરિવાર સાથે છે.

શીલા ૬૨ વર્ષનાં થયાં છે અને હવે તેમનાં દાદી હયાત નથી. દાદીના ગુજરી ગયા પછી ટૉમીને શીલાની મમ્મીને ત્યાં શિફ્ટ કરવામાં આવી હતી. એ વખતે શીલાની ઉંમર પાંચ વર્ષ હતી. આ એવી કાચબી છે જેણે તેના માલિકની પાંચ પેઢીઓ જોઈ છે. હાલમાં ટૉમીની પ્રજાતિના કાચબા નામશેષ થવાના આરે છે એટલે પણ તેના માલિકો એની ખૂબ કાળજી રાખે છે.

આ પણ વાંચો : 17 અને 70 વચ્ચે કન્ફ્યુઝન થતાં પૉર્શે કારનું ઑક્શન અટકી પડ્યું

નવાઈની વાત એ છે કે આ કાચબી છ મહિના માટે ભૂગર્ભમાં જઈને સૂઈ જતી હોય છે, પણ દર વર્ષની પહેલી એપ્રિલે તે જાગી જતી હોય છે કેમ કે એ દિવસે શીલાની મમ્મીનો જન્મદિવસ હોય છે. બસ, એ બે દિવસ માટે જ જાગે છે અને પછી ફરી પાછી સૂઈ જાય છે. હજી તો ટૉમીનું સ્વાસ્થ્ય એટલું સારું છે કે તે આરામથી બીજાં ૫૦ વર્ષ જીવશે એવું લાગે છે એટલે શીલાના પ્રપૌત્ર અને પ્રપૌત્રીઓ પણ એની સાથે રમશે.

england offbeat news hatke news