લો બોલો, કેવું અજુગતું નહીં? ગામના લોકો વાત કરતાં કરતાં સૂઇ જાય...

03 February, 2020 04:22 PM IST  |  Mumbai Desk

લો બોલો, કેવું અજુગતું નહીં? ગામના લોકો વાત કરતાં કરતાં સૂઇ જાય...

આજકાલની બગડતી લાઇફસ્ટાઇલે જ્યાં લોકો પાસેથી ઉંઘ છીનવી લીધી છે. તો વિશ્વમાં કેટલાક એવા લોકો પણ છે, જે લોકો ક્યારે પણ સૂઇ જાય છે, ક્યાંય પણ સૂઇ જાય છે. વાત કરતાં-કરતાં પણ સૂઇ જાય છે. રસ્તા પર ચાલતાં ચાલતાં તે નિંદ્રામાં ખોવાઇ જાય છે. હવે તમે વિચારતા હશો કે આવું કેવી રીતે શક્ય છે. એકાએક વાત કરતાં-કરતાં કોઇને ઊંઘ કેવી રીતે આવી શકે છે તો તમને જણાવીએ કે આ એકદમ સાચી વાત છે. આ મામલો છે કજાકિસ્તાનનો. અહીંના કલાચી ગામમાં લોકો ક્યારે પણ સૂઇ જાય છે. લોકોની ઊંઘ એટલી બધી ઘેરી છે કે તે રહસ્યમય રૂપે સૂઇ જાય છે અને ક્યારેક ક્યારેક તો મહિનાઓ સુધી નથી જાગતા. તો જ્યારે આ લોકો સૂઇને ઉઠે છે તો તેમને કંઇ યાદ પણ નથી રહેતું. આ લોકો સૂઇને જાગ્યા બાદ કંઇક અજીબ જ વાતો કરવા લાગે છે.

કલાચી ગામનો આ મામલો પહેલી વાર વર્ષ 2010માં સામે આવ્યો હતો. કેટલાક બાળકો એકાએક સ્કૂલમાં પડી ગયા હતા અને સૂઇ જવા લાગ્યા. તેના પછી આ બીમારીના શિકાર લોકોની સંખ્યા વધવા લાગી. ત્યારથી વૈજ્ઞાનિકો આ ગામડા પર રિસર્ચ કરી રહ્યા છે. જો કે, અત્યાર સુધી વૈજ્ઞાનિક કે ડૉક્ટર કોઇપણ તેના સટીક પરિણામ પર નથી પહોંચી શક્યા. તો સ્થાનિક લોકોનું કહેવું છે કે આ સ્લીપિંગ ડિસઓર્ડરનું એક કારણ યૂરેનિયમ માઇન્સ છે. યૂરેનિયમમાંથી નીકળેલું ગેસ અમારા શરીર પર ખૂબ જ અસર કરે છે. આ ગેસથી લોકો બેહોશ થઈ શકે છે.

આ પણ વાંચો : અનુરાગ કશ્યપની દીકરી આલિયાની આવી છે લાઈફસ્ટાઈલ, જુઓ ગ્લેમરસ તસવીરો

લોકો કરી રહ્યા છે પલાયન
આ બીમારીના કારણે સતત લોકો આ ગામડામાંથી પલાયન કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી અહીં લોકો બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયા છે.

offbeat news international news kazakhstan