બે વર્ષનો આ જર્મન શેફર્ડ ડૉગ જીવનભર ગલૂડિયાં જેવો જ રહેશે

24 November, 2019 01:04 PM IST  |  Mumbai Desk

બે વર્ષનો આ જર્મન શેફર્ડ ડૉગ જીવનભર ગલૂડિયાં જેવો જ રહેશે

અમેરિકાના ઍરિઝોનામાં રહેતા રૅન્જર નામના બે વર્ષના જર્મન શેફર્ડ ડૉગને રૅર કહેવાય એવી બીમારી છે જેને કારણે તેનું કદ વધી જ નથી રહ્યું. સામાન્ય રીતે જર્મન શેફર્ડ પ્રજાતિનો ડૉગ પુખ્ત થતાંની સાથે જ એકદમ પડછંદ લુક ધરાવતો થઈ જાય છે, પરંતુ રૅન્જરના મગજમાં આવેલી પિટ્યુટરી ગ્રંથિમાં ગરબડ હોવાને કારણે પૂરતાં ગ્રોથ હૉર્મોન્સ ઝરતાં નથી અને એને કારણે તે ડ્વાર્ફ એટલે કે વામન કદનો જ રહેશે. તેનું કદ કેમ વધી નથી રહ્યું એ જાણવા માટે તેની પર ઘણાં પરીક્ષણો પણ કરવામાં આવ્યા છે અને પિટ્યુટરી ડ્વાર્ફિઝમનું નિદાન થયું છે. અત્યારે તો ભાઈસાહેબ હેલ્ધી છે અને લુકમાં એકદમ ગલૂડિયા જેવો માસૂમ ચહેરો તેની ખાસિયત બની ગઈ છે. ડૉક્ટરોનું કહેવું છે કે તે ગમેએટલો મોટો થશે તેના ચહેરાની પપી જેવી માસૂમિયત બદલાશે નહીં. નવાઈની વાત એ છે કે આ બીમારી તેને જન્મજાત નથી મળી, પરંતુ ગિઆર્ડિયા નામના કૃમિનું ઇન્ફેક્શન લાગવાને કારણે આ રોગ લાગુ પડ્યો છે. ડૉક્ટરોએ તાબડતોડ આ ઇન્ફેક્શનનો ઇલાજ તો કરી દીધો છે, પરંતુ હજીયે તેના કદમાં કોઈ પૉઝિટિવ અસર જણાતી નથી.

આ પણ વાંચો : PHOTOS: જુઓ દુલ્હનના અવતારમાં મોનાલિસા ઉડાવી રહી છે ચાહકોના હોશ

offbeat news germany