વ્યક્તિએ કામના બદલે વળતર માગતા પ્રબંધકે તેની પાછળ સિંહ છોડી દીધો

14 October, 2019 07:56 PM IST  |  મુંબઈ ડેસ્ક

વ્યક્તિએ કામના બદલે વળતર માગતા પ્રબંધકે તેની પાછળ સિંહ છોડી દીધો

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાનમાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ધર્મસ્થળની સારસંભાળ કરનારા વ્યક્તિએ એક ઇલેક્ટ્રિશિયનની પાછળ પોતાનો પાળેલો સિંહ છોડી દીધો, કારણકે તેણે પોતાનું મહેનતાણું માગ્યું. આ ઘટના પંજાબ પ્રાંતના લાહોર શહેરની છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, એક અમામ બારગાહના પ્રબંધકે આ ઘટનાને અંજામ આપ્યો. તેની વિરુદ્ધ હત્યાનો મામલો નોંધાવવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે સપ્ટેમ્બરમાં થયેલી આ ગંભીર ઘટનામાં ઇલેક્ટ્રિશિયન ગંભીરતાથી જોખમી થયો હતો.

પોલીસે જણાવ્યું કે પીડિત ઇલેક્ટ્રિશિયન રફીક એહમદે ઘટનાના પછી તરત જ ઇમામ બારગાહ સદા-એ-હુસેનના પ્રબંધક આરોપી અલી રજા વિરુદ્ધ રિપોર્ટ નોંધાવી ન હતી, કારણકે તેણે તેની સારવારનો ખર્ચ અને મહેનતાણું આપવાનો વાયદો કર્યો હતો. પણ એક મહિનો સતત કહ્યાં પછી પણ અલી રજાએ તેને પૈસા ન આપ્યા, જેના પછી મજબૂર થઈને તેને પોલીસ પાસે જવું પડ્યું.

આ પણ વાંચો : નીરવ બારોટ અંધ વિદ્યાર્થિનીઓની શાળામાં નવરાત્રિ કાર્યક્રમ દરમિયાન થયા ભાવુક

આ ઘટનાને લઈને પોલીસમાં નોંધાયેલી રિપોર્ટ પ્રમાણે, રફીક કેટલાય દિવસથી અલી રાજા પાસેથી પૈસાની માગણી કરતો હતો. આ દરમિયાન તે એત દિવસ જ્યારે પૈસા માગવા આરોપીને ત્યાં ગયો ત્યારે તેણે પૈસા આપવાને બદલે તેની પાછળ પોતાનો પાળેલો સિંહ છોડી દીધો. સિંહે રફીકના ચહેરા અને હાથ રહેંસી દીધા જેનાથી તે જોખમી થયો. જો કે, ત્યાંથી પસાર થનાર લોકોએ રફીકનો અવાજ સાંભળી લીધો અને ત્યાં પહોંચીને તેને બચાવી લીધો.

national news offbeat news