ચાર ભાઈઓ શ્રવણકુમાર બનીને માતાપિતાને કરાવી રહ્યા છે કાવડયાત્રા

29 July, 2019 08:16 AM IST  |  હરિદ્વાર

ચાર ભાઈઓ શ્રવણકુમાર બનીને માતાપિતાને કરાવી રહ્યા છે કાવડયાત્રા

કળિયુગના શ્રવણકુમાર

 શ્રાવણ મહિનામાં હરિદ્વારથી પાણી ભરીને કાવડ યાત્રા કરનારા શ્રધ્ધાળુઓમાં આ વખતે પાણીપતના ચાર ભાઈઓ ખાસ ચર્ચામાં છે. એનું કારણ એ છે કે તેમણે પોતાના વૃદ્ધ માતાપિતાને કાવડમાં બેસાડીને તીર્થયાત્રા કરાવવાનું શરૂ કર્યું છે. અન્ય કાવડયાત્રીઓની જેમ આ ભાઈઓએ હરિદ્વારથી પાણી લીધું છે અને હવે તેઓ પાણીપત ઘર તરફ જઈ રહ્યા છે. ગયા વર્ષે બે ભાઈઓએ પેરન્ટ્સને લઈને આ યાત્રા કરી હતી, આ વખતે ચારેય ભાઈઓએ સાથે મળીને આ કામ કર્યું છે. વાંસના બનેલા કાવડ પર એક તરફ મા અને બીજી તરફ પિતાને બેસાડેલા છે. ચારેય ભાઈઓ થોડા-થોડા અંતરે કાવડને ખભો આપતા રહે છે. હાલમાં આ પરિવાર ઉત્તર પ્રદેશના શામલી સ્થાને પહોંચ્યો છે. હજી ચાલીને હરિયાણાના પાણીપત સુધી કાવડયાત્રા કરીને તેઓ જશે.

આ પણ વાંચોઃ પત્નીની બર્થડેમાં હસબન્ડે ઍમેઝૉનના પૅકેજ જેવી કેકની સરપ્રાઇઝ આપી

offbeat news hatke news haridwar