હૂંફાળી અને લક્ઝુરિયસ ટૅક્સી શરૂ થઈ લંડનમાં

26 February, 2019 09:01 AM IST  | 

હૂંફાળી અને લક્ઝુરિયસ ટૅક્સી શરૂ થઈ લંડનમાં

લંડનમાં સજાવટવાળી ટૅક્સી લૉન્ચ

બ્લૅક કૅબ સર્વિસ દ્વારા ગયા અઠવાડિયે એક વિશેષ સજાવટવાળી ટૅક્સી લૉન્ચ થઈ છે. એમાં પૅસેન્જરને બેસવાની કૅબિનનું ઇન્ટીરિયર જબરદસ્ત આકર્ષક અને હૂંફ આપે એવું ડિઝાઇન કરવામાં આવ્યું છે. આખી ટૅક્સી અંદરથી મલમલના કપડાથી કવર કરેલી છે અને એમાં તકિયા અને શીટ્સ પર મલમલના સુંવાળા કપડામાંથી બનેલી છે. બારીઓ પર પડદા અને પગ મૂકવાની જગ્યાએ પણ ઘર જેવી સુંવાળી કાર્પેટ છે. લંડનમાં પડતી કાતિલ ઠંડીમાં ટૅક્સી-રાઇડ હૂંફાળી બની રહે એ માટે બ્લૅક કૅબ કંપનીએ આ નવું ગતકડું શરૂ કર્યું છે.

આ પણ વાંચો : મેલાઘેલા શૂઝ 61,000 રૂપિયામાં ખરીદો તમે?

એમાં પૅસેન્જરને પગમાં પહેરવા માટે ઘેટાની ત્વચામાંથી બનેલાં સ્લિપર્સ પણ આપવામાં આવે છે. કંપનીનો દાવો છે કે આ ટૅક્સી સૌથી વધુ હૂંફાળી છે. અત્યારે માર્કેટિંગ માટે આ કૉઝી કૅબને માત્ર લંડનમાં જ ચલાવવામાં આવે છે અને એ પણ ફ્રીમાં. એની લોકપ્રિયતા વધશે તો બ્રિટનનાં અન્ય શહેરોમાં પણ એ શરૂ કરવામાં આવશે.

london offbeat news hatke news