બુઝુર્ગ મહિલા છેલ્લાં 19 વર્ષથી પબ્લિક ટૉઇલેટમાં રહેતી હતી

24 August, 2019 09:04 AM IST  |  તમિલનાડુ

બુઝુર્ગ મહિલા છેલ્લાં 19 વર્ષથી પબ્લિક ટૉઇલેટમાં રહેતી હતી

તામિલનાડુના મદુરાઈમાં ૬૫ વર્ષનાં એક માજીની તસવીરો તાજેતરમાં વાઇરલ થઈ છે જે છેલ્લા લગભગ ૧૯ વર્ષથી પબ્લિક ટૉઇલેટમાં જ રહે છે. કુરાપાઈ નામનાં માજી મદુરાઈના રામનદ વિસ્તારના જાહેર શૌચાલયમાં રહે છે. ટૉઇલેટની સફાઈ કરીને તે રોજના ૭૦થી ૮૦ રૂપિયા કમાઈ લે છે. તેણે સિનિયર સિટિઝન્સને મળતા પેન્શન માટે અરજી કરી હતી અને કલેક્ટર ઑફિસમાં અનેકવાર આંટા માર્યા હતા, પણ કોઈ સહાય મળી નહોતી. બીજી કોઈ રીતે કમાણીનું સાધન નહોતું એટલે તેણે મજબૂરીમાં આ કામ કરવું પડ્યું. કુરાપાઈનું કહેવું છે કે તેની એક દીકરી છે પણ તે કદી તેને મળવા નથી આવી.

આ પણ વાંચોઃ બાવીસ વર્ષ પહેલાં મોત થયેલું પરંતુ કબરમાંથી તાજું શબ મળ્યું

તેની પાસે રહેવાનું ઘર પણ નહોતું એટલે તેણે જાહેર શૌચાલયમાં જ રહેવાનું અને ત્યાં જ કમાવાનું શરૂ કરી દીધું. આ ઘટનાની તસવીરો સોશ્યલ મીડિયામાં ફેલાતાં અનેક લોકોએ તેને મદદ કરવાની તૈયારી દેખાડી હતી. કેટલાક યુઝર્સે તો તામિલનાડુના રાજનેતાઓને ટૅગ કરીને આ માજી માટે મદદની અરજી કરી હતી.

offbeat news tamil nadu hatke news