મૃતકો માટે ઘરથી ઘડિયાળ બનાવી આપે છે તાઈવાનની કંપની

05 April, 2019 08:47 AM IST  |  તાઈવાન

મૃતકો માટે ઘરથી ઘડિયાળ બનાવી આપે છે તાઈવાનની કંપની

કાગળનો મહેલ

ચીન અને તાઇવાનના તાઓઇઝમ ફૉલો કરતા લોકો પોતાના સ્વજનો મૃત્યુ પામે ત્યારે તેમ જ એ પછી જ્યારે વાર્ષિક મૃત્યુતિથિ આવે ત્યારે મૃતકને ગમતી હોય એવી ચીજો ઑફર કરે છે. કેટલાક લોકો પાર્થિવ દેહની સાથે જ તેમને ગમતી ચીજો મૂકે છે તો કેટલાક લોકો અંતિમસંસ્કાર પત્યા પછી મૃતકે વાપરેલી ચીજો તેમ જ તેને ગમતી ચીજો આગને સમર્પિત કરે છે.

મૃતકને જેની માયા હોય એ તમામ ચીજો આગને હવાલે કરવામાં આવે છે. ન્યુ તાઇપેઇ સિટીમાં ચેન્ગ કી પેપર આર્ટ નામનો શો-રૂમ છે જ્યાં તમને બધી જ કાગળની ચીજો મળે છે. આ ચીજો ખાસ ફ્યુનરલ માટે જ બનાવવામાં આવી છે. લૅપટૉપ, ઘડિયાળ જેવાં ગૅજેટ્સ હોય કે કપડં અને બંગલા જેવી ચીજો બધાની પેપરની રૅપ્લિકા અહીં ઉપલબ્ધ છે.

આ પણ વાંચોઃ રાજસ્થાનઃ૬ વર્ષમાં ૨૪,૦૦૦ કિમીની યાત્રા કરીને આ ભાઈએ વાવ્યાં ૧ લાખથી વધુ વૃક્ષો

લોકો પ્રિયજનના ફ્યુનરલ વખતે અથવા તો વાર્ષિક તિથિ દરમ્યાન ઑફર કરવા માટે આ કાગળની ચીજો ખરીદી જાય છે અને મૃત આત્માના સંતોષ માટે આગમાં હોમે છે.

 

offbeat news hatke news