રાજસ્થાનઃ૬ વર્ષમાં ૨૪,૦૦૦ કિમીની યાત્રા કરીને આ ભાઈએ વાવ્યાં ૧ લાખથી વધુ વૃક્ષો

Published: Apr 05, 2019, 08:41 IST | રાજસ્થાન

રાજસ્થાનના બાડમેરમાં રહેતા પર્યાવરણપ્રેમી નરપત સિંહે લોકોને કુદરતની જાળવણી માટે જાગરૂક કરવા માટે કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સાઇકલયાત્રા શરૂ કરી છે.

રાજસ્થાનના પર્યાવરણ પ્રેમી નરપતસિંહ
રાજસ્થાનના પર્યાવરણ પ્રેમી નરપતસિંહ

રાજસ્થાનના બાડમેરમાં રહેતા પર્યાવરણપ્રેમી નરપત સિંહે લોકોને કુદરતની જાળવણી માટે જાગરૂક કરવા માટે કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સાઇકલયાત્રા શરૂ કરી છે. આ કંઈ પહેલી વાર નથી થઈ રહ્યું, છેલ્લાં છ વર્ષમાં ભાઈ દેશમાં ૨૪,૦૦૦ કિલોમીટરની યાત્રા કરીને લોકોને વૃક્ષો વાવવા માટે પ્રોત્સાહિત કરતા રહ્યા છે. પર્યાવરણ સંરક્ષણ માટેનો પ્રેમ નરપતને સ્કૂલમાં ટીચર દ્વારા મળતી એક ચૉકલેટથી જાગ્યો હતો. એ પછી તો તેણે ભારતમાં ભ્રમણ કરીને લોકોને વૃક્ષારોપ કરીને પર્યાવરણના સંરક્ષણ માટે જાગરૂક કરવાનું શરૂ કર્યું છે. પોતાની યાત્રા પણ ઇકોફ્રેન્ડલી રહે એ માટે તેણે કોઈ જ ઇંધણ વિના ચાલતી સાઇકલનો વાહન તરીકે ઉપયોગ કયોર્ છે. નરપત સાઇકલયાત્રા દરમ્યાન ઠેર-ઠેર રાત્રિરોકાણ કરે છે અને સ્થાનિક યુવાનો સાથે મળીને ચાર છોડ વાવે છે અને ગામજનોને બીજા છોડ આપે છે અને એ વાવીને એનું જતન કરવા સમજાવે છે.

આ પણ વાંચોઃ  કમાલની કલાકારી : આ બહેન બન્ને હાથે એક સાથે દોરે છે અલગ-અલગ ચિત્રો

સૌથી પહેલી વાર સાઇકલયાત્રાનો આરંભ ૨૦૧૬માં કયોર્ હતો અને એ વખતે તેણે પાંચ દિવસમાં ૫૦૦ કિલોમીટર ભ્રમણ કર્યું હતું. એ પછી તો તે અવારનવાર ટૂંકા સમય માટે આવી અનેક યાત્રાઓ કરતો રહ્યો હતો. કાશ્મીરથી કન્યાકુમારી સુધીની યાત્રાની શરૂઆત તેમણે ૨૭ જાન્યુઆરીથી શરૂ કરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK