વાચવા અને ઉંઘની ગુણવત્તા સુધારવામાં મદદ કરી શકે ગુલાબની સુગંધ

04 February, 2020 08:01 PM IST  |  Mumbai Desk

વાચવા અને ઉંઘની ગુણવત્તા સુધારવામાં મદદ કરી શકે ગુલાબની સુગંધ

જે લોકોને વાચવામાં મુશ્કેલી થાય છે અને ઉંઘ નથી આવતી, તેમની માટે આ એક સારા સમાચાર છે. એક નવા અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે ગુલાબની સુગંધ સારી રીતે વાચવા અને ઉંઘની ગુણવત્તાને સુધારવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે. સાઇન્ટિફિક રિપોર્ટ્સ નામની જર્નલમાં આવેલા આ અધ્યયન અંગ્રેજી ભાષાની શબ્દાવલી શીખનારા બે વર્ગના વિદ્યાર્થીઓ પર કરવામાં આવ્યો. જેમાથી એકએ આ ગુલાબની સુગંધ સાથે શબ્દાવલી શીખી, જ્યારે બીજાએ કોઇપણ મદદ વિના.

જર્મનીની યૂનિવર્સિટી ઑફ ફ્રીબર્ગના શોધ પ્રમુખ જુર્ગન કોર્નમીયરે કહ્યું કે અધ્યયનમાં અમે બતાવ્યું કે સુગંધનો પ્રભાવ રોજબરોજના જીવનમાં ખૂબજ સારી રીતે કામ કરે છે અને આને યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય છે. આ અધ્યયન માટે શોધ પહેલા લેખક અને છાત્ર શિક્ષક ફ્રાન્સિસ્કા ન્યૂમેને દક્ષિણી જર્મનીના એખ સ્કૂલના બે છઠ્ઠા ધોરણના 54 વિદ્યાર્થીઓ પર કેટલાય પ્રયોગ કરવામાં આવ્યા. પરિક્ષણ સમૂહના યુવાન પ્રતિભાગીઓને અંગ્રેજી શબ્દાવલી શીખ્યા દરમિયાન ઘરે પોતાની ડેસ્ક પર ગુલાબ-સુગંધિત અગરબત્તી લગાડવા માટે કહ્યું. સાથે જ રાતે પથારીની સાથે સાઇડ ટેબલ પર પણ આવું જ કરવા કહેવામાં આવ્યું.

આ પણ વાંચો : happy birthday Urmila matondkar: જુઓ અભિનેત્રીની કેન્ડિડ અને કૂલ તસવીરો...

બીજા એક પ્રયોગમાં સ્કૂલમાં વૉકેબ્યુલરી ટેસ્ટ દરમિયાન તેમને ટેબલની નજીક ગુલાહની સુગંધ આપનાર અગરહત્તી જગાડવા પણ કહેવામાં આવ્યું. પરિણામોની તુલના એવા વર્ગના વિદ્યાર્થીઓ સાથે કરવામા આવી જેમણે કોઇપણ પ્રકારની અગરબત્તીનો ઉપયોગ કર્યો ન હતો. ન્યૂમેનએ કહ્યું કે અધ્યયન દરમિયાન અમને ખ્યાલ આવ્યો કે જ્યારે સૂવા અને શીખવાનેલઈને ગુલાબની સુગંધનો પ્રયોગ કર્યો ત્યારે તેમની શીખવાની ક્ષમતા 30 ટકા સુધી વધી ગઈ હતી. કોર્નમીયરે કહ્યું "પ્રારંભિક અધ્યયનમાં આ વાત નોંધ લેવા જેવી છે કે ખુશ્બૂ પણ ત્યાર સુદી કામ કરે છે જ્યારે તે આખી રાત હાજર રહે છે. જ્યારે છેલ્લા કેટલાક અધ્યયનોમાં સંશોધકોએ માન્યું કે ખુશ્બૂને ફક્ત વિશેષ પરિસ્થિતિઓમાં જ કામ કરે છે."

offbeat news national news health tips