રાજકોટ મહાનગરપાલિકાએ જાહેર ચેતવણી આપવામાં વાળ્યો છબરડો

13 January, 2020 10:27 AM IST  |  rajkot

રાજકોટ મહાનગરપાલિકાએ જાહેર ચેતવણી આપવામાં વાળ્યો છબરડો

મહાનગરપાલિકાએ જાહેર ચેતવણીનાં બોર્ડ જ્યાં બનાવવા માટે આપ્યાં હશે એને લખાણ કરવામાં ગંભીર કહી શકાય એવી ભૂલ કરી છે. જાહેરમાં કચરો ફેંકનાર વેપારી હોય કે અન્ય કોઈ સિવિલિયન તેની સામે કાનૂની રાહે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. માત્ર દંડ જ વસૂલવામાં આવે છે, પરંતુ દૂધની ડેરી પાસે આવેલી મસ્જિદથી થોડે દૂર શાળા નંબર-૬૬ પાસે જાહેર શૌચાલયની બહાર મહાનગરપાલિકાએ બોર્ડ લગાવ્યું છે એમાં ચેતવણી આપવામાં આવી છે, ‘આથી જાહેર જનતાને ચેતવણી આપવામાં આવે છે કે આ જગ્યાએ કચરો ફેંકવો નહીં, અન્યથા કચરો ફેંકનાર સામે આઇપીસી ઍક્ટ ૩૭૬ મુજબ તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.’

આ ચેતવણી વાંચીને કાયદાના જાણકાર જરૂર આશ્ચર્યમાં મુકાઈ જાય કે જાહેરમાં કચરો ફેંકવાથી દુષ્કર્મની ફરિયાદ કેવી રીતે નોંધાઈ શકે? બીજી બાજુ સત્ય હકીકત એ છે કે મનપાના બોર્ડમાં કચરો ફેંકનાર સામે આઇપીસી ઍક્ટ ૩૭૬ મુજબ કાર્યવાહી કરવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. ચેતવણી-બોર્ડ વાંચીને લોકો મહાનગરપાલ‌િની કાર્યવાહી સામે હસી રહ્યા છે.

gujarat offbeat news