સોશિયલ મીડિયા પર વાયરલ થઇ આ ઘડિયાલની તસવીર....

11 February, 2020 07:59 PM IST  |  Mumbai Desk

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ આ ઘડિયાલની તસવીર....

સોશિયલ મીડિયામાં હાલ એક ઘડિયાલની તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે, જે ચર્ચાનો વિષય બનેલી છે. આ ઘડિયાલના ચર્ચામાં આવવાનું કારણ તમે જાણશો, તો તે તમને પણ સ્પર્શી જશે. આ તસવીરમાં એક ઘડિયાલ પોતાના બાળકો સાથે દેખાય છે, જે પોતાના બાળકોને પાણીની અંદરથી કિનારા તરફ જતો દેખાય છે. લોકોને ઘડિયાલ પાસેથી મળતી શીખ ખૂબ જ વખણાઇ રહી છે.

આઇએફએસ અધિકારી પ્રવીણ કાસવાને આ તસવીરને 6 ફેબ્રુઆરીના પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી શૅર કરવામાં આવી હતી, જેને અનેક લોકોએ પસંદ કરી. આ તસવીરને અત્યાર સુધી 5200થી વધારે લોકોએ લાઇક કરી છે. તો, 1100થી વધારે લોકોએ આ રિટ્વીટ કર્યું છે.

આઇએફએસ અધિકારી કાસવાને આ તસવીરને ટ્વીટ કરતાં લખ્યું કે સૌથી સતર્ક પિતા શહેરમાં છે. તેમણે જણાવ્યું કે એક ઘડિયાલને પોતાના બાળકોની સાથે ચંબલ નદીને પાર કરવાની તસવીર ધૃતિમાન મુખર્જીએ પોતાના કેમેરામાં કેદ કરી છે.

તેમણે આગળ લખ્યું છે કે સંરક્ષણ પ્રયત્નોને કારણે આ જીવોને પોતાની પ્રજાતિને વધારવામાં મદદ મળી રહી છે. તેમણે જણાવ્યું કે જ્યારે અમે નદીના સંરક્ષણ વિશે વાત કરીએ છીએ તો અમે તેમના ભવિષ્ય વિશે પણ વાત કરીએ છીએ.

આ ઘડિયાલ પોતાના બાળકનો બચાવવા માટે તેણે પોતાના શરીર પર બેસાડ્યા છે. તે સુરક્ષા માટે તેમને નદીના કિનારે લઈ જાય છે. આ તસવીરમાં એક જવાબદાર પિતાની છબિ યૂઝર્સને ખૂબ જ પ્રભાવિત કરી રહી છે.

આ પણ વાંચો : પુજા બેદીની દીકરી અલાયા એફની કેન્ડીડ તસવીરો

મોટાભાગના યૂઝર્સે પોતાના બાળકો પ્રત્યે ઘડિયાલના જવાબદાર વર્તનના વખાણ કર્યા છે. કેટલાક યૂઝર્સનું કહેવું છે કે માનવીઓએ આ પ્રાણીઓ પાસેથી શીખવાની જરૂર છે. તો એક અન્ય યૂઝરે લખ્યું છે કે તે શરત લગાડી શકે છે ઘડિયાલ મા છે, કારણ કે સરિસૃપ પ્રજાતિઓમાં પિતા એટલા જવાબદાર નથી હોતા.

offbeat news international news