આધેડને ડંખતાં મરી ગયો વિષૈલો સાંપ, વિશ્વાસ નહીં થાય પણ છે હકીકત

31 August, 2019 04:35 PM IST  |  મુંબઈ ડેસ્ક

આધેડને ડંખતાં મરી ગયો વિષૈલો સાંપ, વિશ્વાસ નહીં થાય પણ છે હકીકત

પ્રતીકાત્મક તસવીર

સુપૌલ જિલ્લામાં એક અચરજ પમાડે તેવી ઘટના જોવા મળી છે જેને સાંભળીને બધાં જ અચંબિત છે. એક ઝેરી સાંપે આધેડને ડંખ માર્યો અને પોતે જ મરી ગયો. જાણો અચરજ પમાડે તેવી ઘટના વિશે...

જો એમ કહીએ કે એક ઝેરી સાંપના ડંખથી માણસ તો બચી ગયો પણ સાંપનું મૃત્યુ થઈ ગયું, તો તમે આ વાત પર એકવાર પણ વિશ્વાસ નહીં કરો કે કોઇને ડંખ્યા પછી કોઇ ઝેરી સાંપ પોતે મરી જાય. જો કે આ ઘટના પણ ઓછી જ જોવા મળે છે. પણ એવી એક ઘટના બની છે સુપૌલ જિલ્લાના પ્રતાપગઢના સુખાનગર ગામમાં, જ્યાં ગામના આધેડ વ્યક્તિ સુબોધ પ્રસાદ સિંહને સાંપ ડંખ્યો હતો અને પોતે જ મરી ગયો હતો.

થયું એમ કે, શુક્રવારની સવારે છ વાગ્યે સુબોધ ફૂલ તોડવા બગીચામાં ગયા હતા. ત્યાં તે ફૂલ તોડી રહ્યા હતા કે બાજુના ઘાસમાં સરસરાટ થયો અને એકાએક મોટો સાંપ ત્યાંથી બહાર નીકળ્યો. ફૂલ તોડવાની ડાળી છોડીને તે કંઇ સમજી શકે તે પહેલા તો સાંપ તેને ડંખ્યો.

તે સર્પદંશથી ઘભરાયા નહીં, તેણે પોતાની જનોઇ કાઢી એને જ્યાં સર્પદંશ થયો હતો ત્યાં જોરથી બાંધી દીધો. ઘરના લોકો જાગ્યા ત્યારે તે બગીચામાં ધીમે ધીમે ચાલતાં હોવાથી તેને કારણ પૂછવામાં આવ્યું. દરમિયાન આખી ઘટના વિશે જણાવતાં, તેને પરિવારના સભ્યો હૉસ્પીટલ લઇ ગયા, જ્યાં તેની સારવાર કરવામાં આવી.

આ પણ વાંચો : 90s નોસ્ટાલજિયાઃ યાદ છે તમને એ સમયની આ સીરિયલ અને તેમના પાત્રો?

લોકોએ બગીચામાં જઈને જોયું તો ત્યાં ઇંટની નીચે સાંપ, જેણે સુબોધને ડંખ માર્યો હતો તે મરેલો પડ્યો હતો. ડૉક્ટર્સનું કહેવું છે કે આ સમયે સાંપનું ઝેર તેના મોંમાં જ રહી જાય છે, જેનાથી તે પોતાના ઝેરથી જ મરી જાય છે. તે સાંપ પણ ત્યાં જ હતો દરમિયાન તેણે સુબોધને ડંખ મારી લીધો અને પોતાના ઝેરથી જ મરી ગયો.

offbeat news patna