સર્બિયામાં બને છે ગધેડીનું ચીઝ, કિલોનો ભાવ છે 78530 રૂપિયા

30 June, 2019 10:46 AM IST  |  સર્બિયા

સર્બિયામાં બને છે ગધેડીનું ચીઝ, કિલોનો ભાવ છે 78530 રૂપિયા

સર્બિયામાં બને છે ગધેડીનું ચીઝ

દૂધમાંથી બનતી ચીઝ એક એવી ચીજ છે જે મહામહેનતે બને છે અને એના દામ પણ મોંમાગ્યા મળે છે. સર્બિયામાં ખાસ ડૉન્કીના દૂધમાંથી ચીઝ બને છે. ઝાસાવિકા તરીકે જાણીતા નેચર રિઝર્વમાં સ્લોબોડેન સિમિક નામના ખેડૂતભાઈએ લગભગ ૨૦૦ જેટલા ડૉન્કીઝ ખાસ મિલ્ક માટે પાળ્યા છે.

આ ગર્દભોને બેસ્ટ ઘાસચારો અને ઔષધીય વનસ્પતિ ખવડાવવામાં આવે છે એને કારણે આ દૂધની ગુણવત્તા ઘણી ઊંચી હોય છે. અસ્થમા અને બ્રૉન્કાઇટિસ જેવી તકલીફો મટાડવાની ક્ષમતા આ દૂધમાં હોવાનો દાવો થાય છે.

આ પણ વાંચો : ગૂગલે 100થી વધુ વાહનોને ખોટો રસ્તો દેખાડીને ફસાવી દીધાં

આ દૂધમાંથી ચીઝ બનાવવામાં આવ્યું છે જેની ખૂબ ઓછી ક્વૉન્ટિટી હોય છે, પરંતુ એની ‌‌કિંમત એક કિલોના ૧૦૦૦ યુરોઝ એટલે કે ૭૮,૫૩૦ રૂપિયા જેટલી અધધધ છે.

serbia offbeat news hatke news