સુહાગરાતે દેખાડો કરી શકાય એવી વર્જિનિટી પિલ્સ આવી ગઈ છે

18 November, 2019 11:06 AM IST  | 

સુહાગરાતે દેખાડો કરી શકાય એવી વર્જિનિટી પિલ્સ આવી ગઈ છે

વર્જિનિટી પિલ્સ

જમાનો ગમેએટલો ફૉર્વર્ડ થાય, પરંતુ લોકોની રુઢિગત માનસિકતાને પોષતી કેટલીક પ્રોડક્ટ્સ સતત માર્કેટમાં આવતી જ રહે છે. લગ્ન પહેલાં સંબંધ બાંધવામાં જરાય છોછ ન અનુભવતી આજની પેઢીને લગ્નની રાતે તો પોતે વર્જિન છે એવું પુરવાર કરવાનું ગમે છે. આ વિરોધાભાસને વધુ ઇંધણ આપે એવી આઇ-વર્જિન નામની પિલ ઍમેઝોન પર વેચાવા નીકળી છે. આ એવી નાની કૅપ્સ્યૂલ્સ છે જેમાં લોહી જેવા લાલ રંગનો પાઉડર ભરેલો હોય છે. પોતાની વર્જિનિટી પુરવાર કરવા માટે છોકરીએ ઇન્ટરકોર્સ કરવાના થોડાક કલાકો પહેલાં આ ગોળી વજાઈનાની અંદર દાખલ કરી દેવાની રહે છે. આ ગોળી સાથે જો થોડુંક પણ ઘર્ષણ થાય તો થોડા જ સમયમાં એ આપમેળે પીગળવા લાગે છે. એ પછી જે લિક્વિડ તૈયાર થાય છે એ ખૂબ ઊંચી ક્વૉલિટીના લોહી જેવું લાલચટક અને રિયલ બ્લડ હોય એવું જ લાગે છે.

આ પણ વાંચો : આ ટીજેનરના શરીર પર ધાતુની ચીજો ચોંટી જાય છે, જાણો કેવી રીતે

પ્રોડક્ટ બનાવતી કંપનીનો દાવો છે કે એનાથી હેલ્થને કોઈ આડઅસર નથી થતી. લગ્નના પહેલા દિવસે તમે વર્જિનિટીનો દેખાડો કરવો હોય તો આ વાપરી શકો છો. આ પ્રોડક્ટ સ્ત્રીઓ તો લગ્ન વખતે વર્જિન હોવી જ જોઈએ એવી ભારતીય સમાજની માનસિકતાને વધુ તૂલ આપી રહી છે. નવાઈની વાત એ છે કે આ પ્રોડક્ટ યુરાપયન અને ચાઇનીઝ માર્કેટમાં ઘણા વખતથી વેચાતી આવી છે. ભારતમાં એની એક ગોળી ૩૬૦૦ રૂપિયામાં વેચાય છે.

offbeat news hatke news