દરિયામાં આ રંગીન પ્રવાહ શાનો?

19 November, 2019 10:29 AM IST  | 

દરિયામાં આ રંગીન પ્રવાહ શાનો?

બ્લુ વ્હેલ

દરેક પ્રાણીને શ્વાસ લેવા જોઈએ છે અને ભોજન કરવા જોઈએ છે. જે પ્રાણી ખાય એ મળ પણ કાઢે જ. જોકે તમે ક્યારેય જોયું છે કે કે સમુદ્રમાં રહેતા મહાકાય પ્રાણીઓ કઈ રીતે મળત્યાગ કઈ રીતે કરે છે?

વેસ્ટન ઑસ્ટ્રેલિયન દરિયાકિનારે અને પર્થના દક્ષિણે આવેલા પૉઇન્ટ પિકેટ પાસે ઇયાન વિએસ નામના ફોટોગ્રાફરે બ્લુ વ્હેલનો વિડિયો લીધો છે. એમાં વ્હેલને મળત્યાગ કરતી રંગેહાથ કેદ કરી લીધી છે. આ ઘટના આપણા માટે તો અચરજદાયી હોય એ સ્વાભાવિક છે પરંતુ સમુદ્રવિજ્ઞાનના નિષ્ણાતો માટે આ ઘટના નવાઈ પમાડનારી છે.

આ પણ વાંચો : 217 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે 5 ટનનું ટ્રૅક્ટર દોડાવતાં બન્યો રેકૉર્ડ

એનું કારણ છે વ્હેલની પૉટીનો રંગ. સામાન્ય રીતે વ્હેલનો મળ પિન્ક-રેડ કલરનો હોય છે, પણ આ વ્હેલ બ્રાઇટ યલો રંગની પૉટી કાઢે છે અને મળત્યાગ કરવાની સાથે તે ફુલ સ્પીડમાં તરી રહી છે અને પોતાના જ મળમિ‌િશ્રત પાણીથી દૂર ભાગી રહી છે.

offbeat news hatke news