યુટ્યુબરોએ બનાવ્યો ફીણનો ફુવારો

23 December, 2019 09:41 AM IST  |  California

યુટ્યુબરોએ બનાવ્યો ફીણનો ફુવારો

ફીણનો ફુવારો

અમેરિકાના કૅલિફૉર્નિયામાં એક મકાનની અગાશીમાં કેટલાક કેમિકલ સાયન્ટિસ્ટ જેવું મગજ ધરાવતા યુટ્યુબરોએ જબરો અખતરો કર્યો છે.

એક મોટા પાત્રમાં ટૂથપેસ્ટ અને કેટલાક કેમિકલ્સ એકઠાં કરવામાં આવ્યાં છે જેને કારણે એમાંથી જાણે જ્વાળામુખી ભભૂકતો હોય એવું ફીણ ચોમેર પથરાઈ જાય છે. એ વાસણમાં અધધધ માત્રામાં ટૂથપેસ્ટ મૂકવામાં આવી હતી. એ પછી એમાં લિક્વિડ સોપ અને ફૂડમાં વપરાય એ ડાઈ નાખીને પછી હાઇડ્રોજન પૅરોક્સાઇડ તેમ જ પૉટેશિયમ આયોડાઇડ મિક્સ કર્યું હતું. એને કારણે ઘડીના છઠ્ઠા ભાગમાં તો લગભગ ૨૦૦ ક્યુબિક મીટરના વિસ્તારમાં હલકા વાદળી રંગનું ફીણ ફેલાઈ ગયું હતું.

આ પણ વાંચો : હરતાફરતા સફાઈ કામદારનું સફળ પરીક્ષણ થયું

આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે અને ૧૧ લાખથી વધુ વાર જોવાઈ ચૂક્યો છે.

california offbeat news hatke news