એક્ઝામના સ્ટ્રેસથી બચવા યુનિવર્સિટીએ મેડિટેશન માટેની કબર બનાવી

12 November, 2019 10:36 AM IST  |  Netherlands

એક્ઝામના સ્ટ્રેસથી બચવા યુનિવર્સિટીએ મેડિટેશન માટેની કબર બનાવી

કબર

નેધરલૅન્ડ્સના નિમેન્ગન શહેરની રૅડબાઉડ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને રિલૅક્સ થઈ શકાય એ માટે પ્યૉરિફિકેશન ગ્રેવ બનાવી છે. એમાં જઈને વિદ્યાર્થીઓ થોડીક મિનિટો સૂઈ આવે તો તેમનું અસ્તિત્વ કેટલું ક્ષણભંગુર અને અનિશ્ચિત છે એનું બ્રહ્મજ્ઞાન આવી જાય છે. સ્ટુડન્ટ્સને એક્ઝામનો જે સ્ટ્રેસ ફીલ થતો હોય છે એમાંથી બહાર કાઢવા માટે યુનિવર્સિટીએ આ કીમિયો અજમાવ્યો છે. કબરની જેમ જમીનમાં ઊંડો ખાડો ખોદેલો છે અને અંદર ચટ્ટાઈ પાથરેલી હોય છે.

આ પણ વાંચો : ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા ભાઈસાહેબે છાતી પર છૂંદાવ્યું, ‘વિલ યુ મૅરી મી?’

આ ગ્રેવમાં સ્ટુડન્ટ્સે મેડિટેશન કરવું હોય તો પહેલેથી બુકિંગ કરાવવું પડે છે. ઓછામાં ઓછી ૩૦ મિનિટ અને વધુમાં વધુ ૩ કલાક માટે તેઓ અંદર જઈને સૂઈ શકે છે.

netherlands offbeat news hatke news