Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા ભાઈસાહેબે છાતી પર છૂંદાવ્યું, વિલ યુ મૅરી મી

ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા ભાઈસાહેબે છાતી પર છૂંદાવ્યું, વિલ યુ મૅરી મી

12 November, 2019 10:28 AM IST | Britain

ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા ભાઈસાહેબે છાતી પર છૂંદાવ્યું, વિલ યુ મૅરી મી

 આ ભાઈએ છાતી પર છૂંદાવ્યું, ‘વિલ યુ મૅરી મી?’

આ ભાઈએ છાતી પર છૂંદાવ્યું, ‘વિલ યુ મૅરી મી?’


પ્રેમનો એકરાર કરવા માટે લોકો જાતજાતના ગતકડાં કરતા હોય છે. બ્રિટનમાં પણ એક ભાઈસાહેબે પ્રે‌મિકાને લગ્ન માટે પ્રપોઝ કરવા માટે એકદમ હટકે કીમિયો અજમાવ્યો અને સોશ્યલ મીડિયામાં જબરા વાઇરલ થઈ ગયા. તેણે છાતી પર જ્યાં દિલ હોય એ જગ્યાએ એટલે કે સહેજ ડાબી બાજુએ ટચૂકડું ટૅટૂ છૂંદાવ્યું છે. એમાં અંગ્રેજીમાં લખ્યું છે, ‘વિલ યુ મૅરી મી?’ ગર્લફ્રેન્ડ હા કે નામાં જવાબ આપી શકે એ માટે બે બૉક્સ પણ મૂક્યાં છે. જ્યારે આ ટૅટૂ સાથે તે ગર્લફ્રેન્ડ પાસે આવ્યો એટલે પેલી તો હરખથી ઘેલી જ થઈ ગઈ. તેણે હા લખેલું જે બૉક્સ હતું એમાં લાલ પેનથી દિલ દોરીને જવાબ આપી દીધો.


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2019 10:28 AM IST | Britain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK