પતિએ પત્નીના પ્રેમી પર પ્રેમ ચોરવાનો દાવો કરતા પ્રેમીને 5.31 કરોડનો દંડ

06 October, 2019 09:58 AM IST  |  અમેરિકા

પતિએ પત્નીના પ્રેમી પર પ્રેમ ચોરવાનો દાવો કરતા પ્રેમીને 5.31 કરોડનો દંડ

કેવિન હોવાર્ડ

પશ્ચિમના દેશોમાં જાતજાતના કારણો માટે બીજા પર દાવો ઠોકવાનું બહુ સહજ છે. હજી જોકે અમેરિકામાં કેવિન હોવાર્ડ નામના ભાઈએ સમજમાં ન આવે એવો દાવો ઠોક્યો છે. તેમણે પોતાની ભૂતપૂર્વ પત્નીના પ્રેમી પર પોતાનો પ્રેમ ચોરી લેવાનો આરોપ લગાવ્યો છે. નવાઈની વાત હજી હવે આવે છે કે કોર્ટના આદેશ પણ તેને ૫.૩૧ કરોડ રૂપિયાનું વળતર આપવાનો ચુકાદો પણ આવી ગયો છે. કેવિન હોવાર્ડ નૉર્થ કૅરોલિનામાં રહે છે અને બાર વર્ષ પહેલાં તેમનાં લગ્ન થયેલાં અને હવે એ ડિવોર્સમાં પરિણમ્યા છે. કેવિનનું કહેવું છે કે તેણે પોતાના સંબંધને બચાવવાની લાખ કોશિશો કરી, પરંતુ પત્નીને તેનાથી છૂટું જ થવું હતું. છૂટાછેડા થઈ ગયા એ પછી કેવિન ખૂબ દુખી અને અંદરથી તૂટી ગયો હતો એવું તેણે કોર્ટમાં જણાવ્યું. તેને સમજાતું જ નહોતું કે તેની પત્નીને તેનાથી શું વાંધો છે. આખરે તેણે એક પ્રાઇવેટ ડિટેક્ટિવની મદદ લીધી અને એમાં ખબર પડી કે તેની પત્નીને એક પ્રેમી છે. એ પછી તેને સમજાઈ ગયું કે પત્નીને બીજા સાથે પ્રેમ થઈ ગયો હોવાથી જલદી છુટાછેડા જોઈતા હતા. એ પછી કેવિને ભૂતપૂર્વ પત્નીના પ્રેમી પર લગ્ન તોડવાનો આરોપ મૂક્યો. તેનો પ્રેમી પત્ની સાથે એક જ ઑફિસમાં કામ કરતો હતો અને ઘરે પણ આવતો હતો. તેને લાગતું હતું કે આ તો પત્નીનો દોસ્ત છે. કેવિને કોર્ટમાં જોરદાર રજૂઆત કરતાં દલીલ કરી હતી કે તેને પૈસાની જરૂર છે માટે વળતર નથી માગતો પણ પત્નીએ વિશ્વાસ તોડ્યો છે એની સજા આપવા માગે છે. નસીબજોગે આ ભાઈ નૉર્થ કૅરોલિનામાં રહે છે અને અહીંનો કાયદો પણ તેમને આવા વિચિત્ર લાગતા દાવા માટે સપોર્ટ કરે છે.

આ પણ વાંચો : 10 વર્ષથી ભીખ માગતી આ મહિલાના બૅન્ક અકાઉન્ટમાંથી મળ્યા 6.37 કરોડ રૂપિયા

અમેરિકામાં નૉર્થ કૅરોલિના, હવાઈ, ઇલિનોઇ, ન્યુ મેક્સિકો, મિસિસિપી, સાઉથ ડૅકોટા અને યુટાહમાં એલિનેશન ઑફ અફેક્શનનો કાયદો છે. આ કાયદા મુજબ પતિના પ્રેમ પર પત્નીનો અને પત્નીના પ્રેમ પર પતિનો અધિકાર છે. જો કોઈ તેમના પ્રેમની વચ્ચે આવે અથવા તો ઇરાદાપૂર્વક તેમનાં લગ્ન થોડવાની કોશિશ કરે તો તેને દોષી માનવામાં આવે છે. આ જ કારણોસર પૂર્વ પત્નીના પ્રેમીને ૫.૩૧ કરોડ રૂપિયાનું વળતર આપવાનો કોર્ટે આદેશ આપ્યો હતો.

offbeat news hatke news