આ પ્રાણીપ્રેમીને પાળેલા વાઘોએ જ ઘાયલ કરી નાખી

10 December, 2019 09:28 AM IST  | 

આ પ્રાણીપ્રેમીને પાળેલા વાઘોએ જ ઘાયલ કરી નાખી

પ્રાણીપ્રેમી

તમે સાપ પાળો તો એ સામે ફૂંફાડો મારે જ એવું સંભવ છે. જંગલી પ્રાણી પણ ભલે તમારા કહ્યામાં રહેતું હોય, પણ એનો અસલી મિજાજ જો સહેજ અમથો પણ બહાર આવી જાય તો એ હસવામાંથી ખસવું કરી શકે છે. અમેરિકાના કૅલિફૉર્નિયામાં રહેતી ૬૬ વર્ષની વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશનિસ્ટ પૅટી પેરી માટે પણ એવું જ થયું હતું. શનિવારે તે મૂરપાર્કમાં આવેલા પ્રાણી અભયારણ્યમાં બે વાઘ સાથે રમી રહી હતી ત્યારે અચાનક જ બેન્ગાલ ટાઇગરે તેને ધક્કો મારીને નીચે પછાડી દીધી હતી અને તેને નીચે પડેલી જોઈને બીજા વાઘે તેની પર પંજો મૂકીને તેને દબાવવાની કોશિશ કરી. નસીબજોગે એ જ વખતે બીજો સ્ટાફ પણ ત્યાં હાજર હતો એટલે તેમણે પૅટી પેરીને બન્ને વાઘોની નીચેથી ખેંચી કાઢી. એમ છતાં તેને વાઘના નહોરને કારણે શરીરે કાપા અને ઘસરકા પડી ગયા. આટલું થયા પછી પણ હજી બહેનને માન્યામાં નથી આવતું કે ૩૦૦ કિલો વજન ધરાવતા બે પ્રાણીઓએ તેને નુકસાન પહોંચાડવાના હેતુથી હુમલો કર્યો હતો.

આ પણ વાંચો : ફ્લોરિડા બીચ પર રેતીની કારથી ટ્રાફિક-જૅમ ક્રીએટ થયો

આ બન્ને વાઘ જ્યારે બચ્ચાં હતાં ત્યારથી તે પૅટી પેરી પાસે છે અને તેણે દૂધની બાટલીથી રોજ તેમને દૂધ પાયું છે. એવામાં અચાનક બન્ને વાઘોએ તેની પર હુમલો કર્યો એ વાતે તે બહુ દુખી થઈ ગઈ છે. વાઇલ્ડલાઇફ સેન્ક્ચુરીમાં ૫૦ વાઘ, દીપડા, ઝેબ્રા સહિતના કુલ ૫૦ જેટલાં પ્રાણીઓ રહે છે.

offbeat news hatke news