ફ્લોરિડા બીચ પર રેતીની કારથી ટ્રાફિક-જૅમ ક્રીએટ થયો

Published: Dec 10, 2019, 09:15 IST | Florida

અમેરિકાના ફ્લોરિડા શહેરના માયામી બીચ પર એક આર્ટિસ્ટે અનોખું ઇન્સ્ટૉલેશન ઊભું કરી દીધું હતું.

બીચ પર રેતીની કારથી ટ્રાફિક-જૅમ
બીચ પર રેતીની કારથી ટ્રાફિક-જૅમ

સામાન્ય રીતે બીચની રેતીમાં લોકો જાતજાતના કિલ્લાઓ અને પોતાને ગમતા શિલ્પો બનાવતા હોય છે, પણ અમેરિકાના ફ્લોરિડા શહેરના માયામી બીચ પર એક આર્ટિસ્ટે અનોખું ઇન્સ્ટૉલેશન ઊભું કરી દીધું હતું. આર્જેન્ટિનાના આર્ટિસ્ટ‌ ‌લીએન્ડ્રો એર્લિચે બીચની રેતી પર રિયલ સાઇઝની કારના સ્કલ્પ્ચરનો ખડકલો કરી દીધો હતો. તેણે ૬૬ કાર એવી રીતે બનાવી હતી જાણે ટ્રાફિકમાં ફસાઈ ગઈ હોય.

આ પણ વાંચો : બિકિની રાઉન્ડમાં મિસ ફ્રાન્સ રૅમ્પ પર જ લપસી ગઈ, તેણે ઊઠીને કહ્યું...

વચ્ચે એકલદોકલ ટ્રકો પણ મૂકી હતી જેથી દૂરથી જોઈએ તો લિટરલી ખીચોખીચ અને જરાય ટસનો મસ ન થતો હોય એવો ટ્રાફિક હોય એવું લાગતું હતું. આ કારોનો ખડકલો હજી પંદરમી ડિસેમ્બર સુધી લોકોને જોવા માટે રાખવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK