ભાવિ પત્ની સામે વટ પાડવા આ ભાઈએ 218 ટનની ટ્રેન ખેંચી

21 December, 2019 10:09 AM IST  |  Russia

ભાવિ પત્ની સામે વટ પાડવા આ ભાઈએ 218 ટનની ટ્રેન ખેંચી

આ ભાઈએ 218 ટનની ટ્રેન ખેંચી

રશિયાના વ્લાદિવોસ્તોક શહેરમાં ૩૪ વર્ષના ઇવાન સૈકીને ૨૧૮ ટનના વજનની ટ્રેન ખેંચીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. પોતાની ભાવિ પત્નીને પ્રભાવિત કરવા માટે તે છેલ્લા એક વર્ષથી તૈયારી કરી રહ્યો હતો. હવે તે ૧૨ ટનના જહાજને ખેંચવાનો રેકૉર્ડ બનાવવા માગે છે. રશિયન મીડિયાના જણાવ્યા મુજબ વિશ્વમાં આ પહેલાં પણ રેલવે, પ્લેન, જહાજ, એન્જિન વગેરે ખેંચવામાં આવ્યાં છે, પણ મસલપાવરથી આટલા વધુ વજનના કોઈ વાહનને ખેંચવાનો આ પ્રથમ પ્રયાસ હતો. 

આ પણ વાંચો : 5700 વર્ષ જૂની ચવાયેલી ચ્યુઇંગ ગમ પરથી સ્ત્રીની આખી કુંડળી તૈયાર થઈ

એશિયામાં પણ રેલવે-એન્જિન ખેંચવાનો રેકૉર્ડ છે. આ અગાઉ મલેશિયાના ક્વાલા લમ્પુર રેલવે-સ્ટેશન પર વેલુ રથકૃષ્ણને દાંત વડે ૨૬૦ ટનની બે કેટીએમ ટ્રેનોને ૪.૨ મીટર જેટલા અંતર માટે ખેંચી બતાવીને રેકૉર્ડ બનાવ્યો હતો. ભારતમાં મધ્ય પ્રદેશના વિદિશામાં રહેતા બ્રહ્મચારી આશિષે તેના દાંત વડે ૬૫ ટન વજનના રેલવે-એન્જિનને ખેંચ્યું હતું. આ ઉપરાંત ગ્વાલિયરની આરતી અને સવિતા નેરોગેજ ટ્રેનનું એન્જિન ખેંચીને લિમકા બુકમાં નામ નોંધાવી ચૂકી છે.

russia offbeat news hatke news