ઑસ્ટ્રેલિયામાં છોડ પર ઊગે છે હમિંગબર્ડ જેવાં ફૂલો

18 July, 2019 09:54 AM IST  |  ઑસ્ટ્રેલિયા

ઑસ્ટ્રેલિયામાં છોડ પર ઊગે છે હમિંગબર્ડ જેવાં ફૂલો

ઑસ્ટ્રેલિયામાં છોડ પર ઊગે છે હમિંગબર્ડ જેવાં ફૂલો

પહેલી નજરે દૂરથી જોઈએ તો ટચૂકડાં હમિંગબર્ડ જ છે એવો ભાસ થાય, પણ નજીકથી જુઓ તો સમજાય કે આ તો ખાસ આકારનું ફૂલ છે અને એ પણ ગ્રીન રંગની ઝાંયવાળું છે.

ઑસ્ટ્રેલિયાના ઉત્તરીય વિસ્તારોમાં ક્રૉટેલારિયા કનિન્ગામી નામના પ્લાન્ટને ગ્રીન બર્ડ ફ્લાવર પણ કહેવામાં આવે છે. એનું કારણ લીલા રંગના ફૂલો પંખી જેવાં લાગે છે.

તાજેરતમાં સોશ્યલ નેટવર્કિંગ સાઇટ રેડિટ પર એની તસવીરો વાઇરલ થઈ છે.

આ પણ વાંચો : લાકડાના થડમાંથી બન્યાં છે આ હૂબહૂ પ્રાણીઓનાં શિલ્પો

સોશ્યલ મીડિયા યુઝર્સે પહેલી જ નજરે આ હમિંગબર્ડ પંખી હોવાનું લાગ્યું હતું, જોકે સવાલ એ છે કે આ છોડ પર આવાં શેપનાં ફૂલો ઊગવાનું ક્યારથી શરૂ થયું હશે? નૉર્થ ઑસ્ટ્રેલિયામાં ક્યાંય હમિંગબર્ડ જોવાં નથી મળતાં એમ છતાં એક ચોક્કસ ઍન્ગલથી આ ફૂલો જોવામાં આવે તો એ પંખી જેવાં જ લાગે છે.

australia offbeat news hatke news