જપાનમાં વેચાય છે અનેક વર્ષો પહેલાં બ્રુ કરેલી કૉફી, કિંમત છે આટલી

20 September, 2019 09:23 AM IST  |  જપાન

જપાનમાં વેચાય છે અનેક વર્ષો પહેલાં બ્રુ કરેલી કૉફી, કિંમત છે આટલી

કૉફી

વાઇન જેટલો જૂનો એટલો સારો કહેવાય, પણ કૉફી તો ફ્રેશ જ સારી લાગે. જોકે આ વાત જપાનના ઓસાકા શહેરના ધ મંચ નામની કૉફીશૉપ ધરાવતા કાન્જી ટનાકા નામના ભાઈને લાગુ નથી પડતી. આ ભાઈએ લાકડાના બેરલમાં કૉફીને પણ એજિંગ પ્રોસેસ કરાવીને રાખી છે અને એ જ વેચે છે. કાન્જીકાકા હવે તો બુઢા થઈ ગયા છે, પરંતુ યંગ એજમાં એટલે કે દાયકાઓ પહેલાં તેઓ એક વાર આઇસ કૉફીની એક તૈયાર બૅચ ફ્રીજમાં ભૂલી ગયેલા. છ મહિના પછી જોયું તો એ ફેંકી જ દેવી પડે એવું લાગ્યું. જોકે તેમને થયું કસ્ટમર્સને તો આ કૉફી સર્વ નહીં થાય, પણ જરા ટેસ્ટમાં એ કેવી લાગે છે એ ચાખી જોઈએ. નવાઈની વાત એ હતી કે જૂની કૉફી ચાખવામાં બહુ જ ટેસ્ટી હતી અને ખાસ ફ્લેવર એમાં ઉમેરાઈ હતી. તેને સમજાયું કે તેની મહિનાઓ જૂની કૉફી પણ પી શકાય એવી છે એટલું જ નહીં, એની ખાસ ફ્લેવરને કારણે એ તેની યુનિક આઇટમ બની શકે એમ છે.

આ પણ વાંચો : દુર્લભ બીમારીને કારણે પોલકાં-ડૉટ ધરાવતું બેબી ઝિબ્રા જોવા મળ્યું કેન્યામાં

હવે તે વીસ વર્ષ જૂનાં કૉફીના કાચાં બીન્સ લે છે અને એમાંથી કૉફી તૈયાર કરીને લાકડાના બેરલમાં બ્રુ થવા માટે મૂકી રાખે છે. આ ચોક્કસ પ્રક્રિયાને કારણે કૉફીની કડવાશ ઘટી જાય છે અને શુગર સિરપ જેવી ઘટ્ટતા આવે છે જેને કારણે ફ્લેવર ઊભરી આવે છે. હવે આવી જૂની કૉફી પીવાનું અહોભાગ્ય છે કેમ કે એ ટેસ્ટ કરવા ખિસ્સામાં કાણું પડી જાય એમ છે. આવી એક કૉફીનો મગ ૯૦૦ ડૉલર એટલે કે ૬૨,૦૦૦ રૂપિયામાં છે.

japan offbeat news hatke news