Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દુર્લભ બીમારીને કારણે પોલકાં-ડૉટ ધરાવતું ઝિબ્રા જોવા મળ્યું કેન્યામાં

દુર્લભ બીમારીને કારણે પોલકાં-ડૉટ ધરાવતું ઝિબ્રા જોવા મળ્યું કેન્યામાં

20 September, 2019 09:19 AM IST | કેન્યા

દુર્લભ બીમારીને કારણે પોલકાં-ડૉટ ધરાવતું ઝિબ્રા જોવા મળ્યું કેન્યામાં

બેબી ઝિબ્રા

બેબી ઝિબ્રા


સામાન્ય રીતે ઝિબ્રાના શરીરે સફેદ અને કાળા ચટાપટા હોય છે. જોકે આફ્રિકાના એક સફારી પાર્કમાં જાણે પોલકાં-ડૉટ્સ લાગ્યાં હોય એવું ‌બેબી ઝિબ્રા જોવા મળ્યું હતું. ટૂર ગાઇડ અને ફોટોગ્રાફર એન્ટોની ટીરાએ જ્યારે પહેલી વાર આ ઝિબ્રા જોયું ત્યારે પહેલાં તેને વિશ્વાસ જ ન થયો કે આ રિયલ હોઈ શકે. તેને લાગેલું કે કોઈકે એને પેઇન્ટ કરી દીધું લાગે છે. જોકે તેની તસવીરો વાઇરલ થયા પછી આ બચ્ચાંની એક ઝલક જોવા માટે પ્રાણીપ્રેમી લોકો અભયારણ્યના ચક્કર કાપતા થઈ ગયા છે. હકીકત એવી છે કે આ બચ્ચાંને મેલનિઝમ નામની દુર્લભ બીમારી છે જેને કારણે તેની ત્વચાના રંગમાં માત્ર નાના-નાના સ્પૉટ્સ જ દેખાય છે. મોટા ભાગે આ બીમારી સસ્તન અને ઉભયજીવી પ્રાણીઓમાં વધુ જોવા મળે છે.

આ પણ વાંચો : 96 વર્ષનાં માજી છે વિશ્વનાં સૌથી ઓલ્ડેસ્ટ મોડલ



વાઇલ્ડલાઇફ નિષ્ણાત પાર્મેલ લેમેનના કહેવા મુજબ આવી બીમારી આફ્રિકાના પાર્કમાં ઘણી વાર જોવા મળી છે, જોકે આનો ભોગ બનેલાં પ્રાણીઓ છ મહિનાથી વધુ જીવી નથી શકતાં.


Whatsapp-channel Whatsapp-channel

20 September, 2019 09:19 AM IST | કેન્યા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK