સ્વિસ સાયન્ટિસ્ટોએ બનાવી ચમકતી રેઇનબો ચૉકલેટ

30 December, 2019 10:44 AM IST  |  Switzerland

સ્વિસ સાયન્ટિસ્ટોએ બનાવી ચમકતી રેઇનબો ચૉકલેટ

રેઇનબો ચૉકલેટ

જો ફૂડ કલર્સ વાપરો તો ચમકતાં મેઘધનુષ્ય જેવી ચૉકલેટ બનાવવી એમાં કંઈ બહુ મોટી ધાડ મારવાની નથી. જોકે સ્વિટ્ઝરલૅન્ડની બે યુનિવર્સિટીના સાયન્ટિસ્ટોએ ભેગા મળીને એવી શિમરિંગ રેઇનબો કલરની ચૉકલેટ્સ બનાવી છે જેમાં જરા પણ ફૂડ કલર્સ વપરાયા નથી.

ફૂડ સાયન્ટિસ્ટ પૅટ્રિક રુસ મટીરિયલ્સ સાયન્ટિસ્ટ એટિન જીઓફ્રોય સાથે વાતો કરતા હતા ત્યારે તેમને વિચાર આવ્યો કે શું ચૉકલેટ બ્રાઉન કે સફેદ સિવાયના બીજા કોઈ રંગની હોઈ શકે કે નહીં. જો હા તો કઈ રીતે? એ પણ જો કોઈ ફૂડ કલર વાપર્યા વિના બનાવવી હોય તો શું થઈ શકે? આ વિચાર પર બધાએ ભેગા મળીને પ‍્રયોગો શરૂ કર્યા. પહેલા પ્રયોગમાં તેમણે ચૉકલેટમાં ખાઈ શકાય એવું ગોલ્ડ અને ટિટેનિયમ ઑક્સાઇડનું કોટિંગ કર્યું. બન્નેના કોટિંગની થિકનેસના આધારે ચૉકલેટના રંગમાં યલો, ડીપ બ્લુ રંગનો શેડ દેખાવા લાગ્યો. જોકે એ મૅથડ પ્રૅક્ટિકલ નહોતી એટલે ફરી નવો પ્રયોગ કર્યો.

આ પણ વાંચો : આંખ વિના જન્મેલા આ બાળકને દત્તક લેનારા પેરન્ટ્સ મળી ગયા

આ પ્રયોગમાં ફૂડ સાયન્ટિસ્ટોએ એક ખાસ મટીરિયલની પરત ચૉકલેટ પર ચડાવી છે જેની પર પ્રકાશ પડતાં એ મેઘધનુષી રંગો જેવી ચમકી ઊઠે છે. આવી રંગબેરંગી ચૉકલેટ બનાવવામાં મહેતન તો ખૂબ કરી છે, પણ શું ખરેખર એ લોકોને અપીલિંગ લાગશે ખરી?

switzerland offbeat news hatke news