હવે ઇશારાથી કન્ટ્રોલ થશે વિડિયો ગેમની કાર

02 August, 2019 09:51 AM IST  |  સ્વિટ્ઝરલૅન્ડ

હવે ઇશારાથી કન્ટ્રોલ થશે વિડિયો ગેમની કાર

પોતાના મગજનો ઉપયોગ કરીને ઇશારા દ્વારા વિડિયો ગેમ રમી શકાશે

સ્વિટ્ઝરલૅન્ડમાં સંશોધકોએ એવી ટેક્નૉલૉજી તૈયાર થઈ રહી છે જેનાથી વિડિયો ગેમ રમવા માટે તમારે હાથ-પગ હલાવવાની પણ જરૂર નહીં પડે. માત્ર તમારા મગજના વિચારો દ્વારા એ કન્ટ્રોલ થશે. જે વ્યક્તિ આપમેળે પોતાના શરીરનું હલનચલન કરવાની ક્ષમતા ન ધરાવતી હોય તે પણ પોતાના મગજનો ઉપયોગ કરીને ઇશારા દ્વારા વિડિયો ગેમ રમી શકશે. આ પ્રોગ્રામનું નામ બ્રેઇન ડ્રાઇવર રાખવામાં આવ્યું છે. એની ટ્રાયલ કેટલાક એવા લોકો પર કરવામાં આવી છે જેના બન્ને હાથ અને પગ સંપૂર્ણપણે લકવાગ્રસ્ત હોય.

આ પણ વાંચો : વીસ વર્ષ પહેલાં માત્ર 85 રૂપિયામાં ખરીદેલી હૅરી પૉટરની બુક 25 લાખમાં વેચાશે

સૅમ્યુઅલ કુંજ એમાંના એક વૉલન્ટિયર છે જે આ બ્રેઇન ડ્રાઇવર ઑપરેટ કરે છે. આ ગેમ માટે ગેમરના માથા પર ખાસ ઇલેક્ટ્રોડ લગાવવામાં આવે છે જેનો બીજો છેડો કમ્પ્યુટર સાથે લગાવેલો હોય. જેનું આખું શરીર લકવાગ્રસ્ત હોય, પણ મગજ ચાલતું હોય એવી વ્યક્તિ પણ મગજને એકાગ્ર કરીને આ ગેમ રમી શકે છે.

switzerland offbeat news hatke news