વીસ વર્ષ પહેલાં માત્ર 85 રૂપિયામાં ખરીદેલી હૅરી પૉટરની બુક 25 લાખમાં વેચાશે

Published: Aug 02, 2019, 09:45 IST

પુસ્તકો આપણા વિચારોને સમૃદ્ધ કરે છે એવું કહેવાય છે, જોકે બહુ વિચારપૂર્વક પુસ્તકની પસંદગી અને જાળવણી કરી હોય તો એ તમારા ગજવાને પણ માલામાલ કરી શકે છે.

85 રૂપિયામાં ખરીદેલી હૅરી પૉટરની બુક 25 લાખમાં વેચાશે
85 રૂપિયામાં ખરીદેલી હૅરી પૉટરની બુક 25 લાખમાં વેચાશે

પુસ્તકો આપણા વિચારોને સમૃદ્ધ કરે છે એવું કહેવાય છે, જોકે બહુ વિચારપૂર્વક પુસ્તકની પસંદગી અને જાળવણી કરી હોય તો એ તમારા ગજવાને પણ માલામાલ કરી શકે છે. બ્રિટનમાં ૫૪ વર્ષની એક મહિલાનું ગજવું પણ રાતોરાત ભરાઈ ગયું છે. તેણે વીસ વર્ષ પહેલાં હૅરી પૉટરની બુક હૅરી પૉટર ઍન્ડ ફિલોસોફર્સ સ્ટોન નામની બુકની પ્રથમ એડિશન ખરીદી હતી. આ એડિશનની માત્ર ૫૦૦ કૉપી જ છપાઈ હતી. એ પછી તો હૅરી પૉટર એ કેવડી મોટી બ્રૅન્ડ બની ગઈ છે એ તો સૌ જાણે છે. પેલી મહિલાએ વૅકેશનમાં ટાઇમપાસ કરવા માટે આ બુક સહિત કુલ પાંચ પુસ્તકો ખરીદ્યાં હતાં. તેને તો સપનેય ખ્યાલ નહીં હોય કે અત્યારે ટાઇમપાસ માટે લીધેલું પુસ્તક એક દિવસ જૅકપૉટ બની જશે. જે.કે. રોલિંગની આ બુકની માત્ર ૫૦૦ પ્રત છપાયેલી જે સ્કૂલ અને લાઇબ્રેરીઓમાં મોકલવામાં આવેલી.

આ પણ વાંચો : વૉટરપાર્કના વેવ-પુલમાં સુનામી આવતાં 44 જણ ઘાયલ થયા

આ મહિલાએ લીધેલી બુકમાં પણ લાઇબ્રેરીનું સ્ટિકર મારેલું છે જેમાં ૧૯૯૭ની ૧૯ સપ્ટેમ્બરનો સિક્કો છે. સ્કૂલો અને લાઇબ્રેરીઓમાંથી એ પુસ્તક મેળવવી અત્યારે લગભગ અશક્ય બની ગઈ છે ત્યારે આ બહેન પાસેથી એક ઑક્શન હાઉસે આ બુકને દુર્લભ ગણીને એની ‌કિંમત ૩૦,૦૦૦ યુરો એટલે કે લગભગ ૨૫ લાખ રૂપિયા આંકી છે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK