એકસ્ટ્રા બૅગેજ ચાર્જ ભરવો ન પડે એ માટે ભાઈએ 15 ટી-શર્ટ પહેરી લીધા

11 July, 2019 09:35 AM IST  |  સ્કૉટલૅન્ડ

એકસ્ટ્રા બૅગેજ ચાર્જ ભરવો ન પડે એ માટે ભાઈએ 15 ટી-શર્ટ પહેરી લીધા

આ ભાઈએ 15 ટી-શર્ટ ઉપરાઉપરી પહેરી લીધા

સ્કૉટલૅન્ડના ૪૬ વર્ષના જૉન ઇર્વિન નામના ભાઈ ફ્રાન્સના ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ચેક-ઇન કરી રહ્યા હોય એ વખતનો વિડિયો જબરજસ્ત વાઇરલ થયો છે. ભાઈસાહેબ ઍરપોર્ટ પર સામાન ચેક-ઇન લગેજમાં મૂકવા માટેની લાઇનમાં ઊભા હતા અને બૅગમાં આઠ કિલો જેટલું વજન વધી ગયેલું.

આ વજન માટે તેમને ૯૬ પાઉન્ડ્સ એટલે કે ૮૨૦૦ રૂપિયા એકસ્ટ્રા ફી ભરવી પડે એમ હતી. એ વખતે અચાનક આ ભાઈને પૈસા બચાવવાનો માઇન્ડ બ્લોઇંગ આઇડિયા આવ્યો. તેમણે પોતાની બૅગ ખોલી અને એમાંથી ટી-શર્ટ્સ કાઢીને એક પછી એક પહેરવાનું શરૂ કરી દીધું. લગભગ પંદર ટી-શર્ટ તેણે ઠઠાવી દીધાં. તેના દીકરાએ જૉનનો આ શર્ટ પહેરતો વિડિયો ખેંચીને ટ્વિટર પર શેઅર કર્યો હતો જે સાત લાખ લોકોએ જોયો હતો.

આ પણ વાંચો : એક આંખ બ્લુ અને એક પીળી: બિલ્લીબહેનની બન્ને આંખોના રંગ જુદા

પંદર લેયર કપડાંનાં પહેરીને જ્યારે તે સિક્યૉરિટી ચેક માટે ગયો હતો ત્યારે તેની પર શંકા કરવામાં આવી કે તે કપડાંની અંદર કશુંક છુપાવીન લઈ જઈ રહ્યો છે. સિક્યૉરિટીવાળાએ ચે‌કિંગ માટે જ્યારે તેના કપડાં કઢાવ્યા ત્યારે એક પછી એક શર્ટ કાઢતો જોઈને ત્યાં પણ ફરીથી જોણું ઊભું થયું હતું. આખરે તેને આ પંદર શર્ટ પહેરીને ટ્રાવેલ કરવા મળ્યું કે નહીં એ ખબર પડી નથી.

scotland offbeat news hatke news